ના કરિના મારી માતા બનવા ઇચ્છે છે અને ના હું તેની દીકરી

અમૃતા સિંહ અને સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન તાજેતરમાં પોતાની ફિલ્મ ‘કેદારનાથ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે અને આ બાબતે તેણી મીડિયા સાથે ખૂબ વાતચીત કરી રહી છે. એક ઈન્ટરવ્યૂ દરમ્યાન જ્યારે સારા અલી ખાનને પૂછવામાં આવ્યું કે કરીનાની સાથે તેના સંબંધ કેવા છે તો તેણે ખૂબ બિન્દાસ્ત રીતે જવાબ આપ્યો.

સારાએ કહ્યું કે કરીનાની સાથે તેના સંબંધ મિત્રતાભર્યા છે, એકબીજાની સાથે કોઈ ગૂંચવણ નથી. સારાએ જણાવ્યું, ‘જે લોકોને ખબર છે કે હું બાળપણમાં જ કરીનાની મોટી ચાહક છું તો તેઓ મને કહે છે કે તેણે વિશ કર્યુ હશે કે કરીના ગમે તે રીતે મારા સંબંધમાં આવી જાય.’ સારા કહે છે, ‘કરીનાની સાથે મારે વધારે ફ્રેન્ડલી ઇક્વેશન છે, તેની સાથે મારો કોઈ પણ પ્રકારનો મટર્નલ એન્ગલ નથી. કદાચ આ જ કારણ છે કે અમે ફ્રેન્ડ જેવા છે. ના કરીના મારી માતા બનવા ઈચ્છે છે અને હું પણ બીજી માતાની શોધમાં નથી અને મારા પિતાનું પણ મારી ઉપર કોઈ દબાણ નથી. જેના કારણે અમારા સંબંધો ખૂબ જ સારા છે.’

થોડા દિવસ પહેલા જ્યારે સારા પોતાના પિતાની સાથે કૉફી વિદ કરણમાં ગઈ હતી ત્યારે પણ પોતાના જવાબોને કારણે તેણી ખૂબ ચર્ચામાં રહી હતી. હવે મીડિયાવાળાને તે ખુલ્લા હૃદયે જવાબ આપી રહી છે. સારાની સાથે ફિલ્મ ‘કેદારનાથ’માં સુશાંતસિંહ રાજપૂત મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ ‘કાઈ પો છે’ અને ‘રૉક ઑન’ બનાવનારા નિર્દેશક અભિષેક કપૂરે ફિલ્મનું નિર્દેશન કર્યુ છે. આ ફિલ્મ 7 ડિસેમ્બરથી દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter