GSTV

દીકરીના જન્મ બાદ ન્યૂઝીલેન્ડનો આ ખેલાડી ટીમમાં ફર્યો પરત, કેપ્ટન વિરાટ કોહલીને આપ્યો ખુલ્લો પડકાર

ન્યૂઝીલેન્ડના સૌથી ઘાતક બોલર નીલ વૈગનર બીજી ટેસ્ટથી પ્રથમ ટીમ સાથે જોડાઈ ગયા છે. વૈગનરના ઘરે દીકરીનો જન્મ થયો હોવાથી ભારતની વિરુદ્ધ વેલિંગટન ટેસ્ટમાં ભાગ લઈ શક્યા ન હતા. જો કે, હવે ક્રાઈસ્ટચર્સમાં 29 ફેબ્રુઆરીથી થનાર બીજી ટેસ્ટમાં ઉતરવા માટે બિલકુલ તૈયાર છે. વૈગનરે બીજી ટેસ્ટ પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને ખુલી ચુનૌતી આપી રહ્યા છે. તેમણે સાફ રીતે કહ્યુ છે કે, વિરાટ કોહલીએ નિશાન બનાવશે અને તે મટા ન્યૂઝીલેન્ડના તેજ બોલરે પણ બ્લૂપ્રિન્ટ તૈયાર કરી લીધી છે. વેલિંગટન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને દસ વિકેટની શર્મનાક હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારતીય ખેલાડીઓ માટે અહીં રમવુંમુશ્કેલ

વેલિંગટન ટેસ્ટમાં ભારતીય બોલરને રાઉન્ડ દ વિકેટમાંથી કરવામાં આવેલ શોર્ટ પિચ બોલની સામે ઝઝૂમવુ પડ્યુ હતું. હવે નીલ વૈગનરે પણ કહ્યુ છે કે, તેમની ટીમ શનિવારથી શરૂ થનાર બીજી ટેસ્ટ મેચમાં પણ આ રણનીતિ અપનાવશે. વૈગનરના પ્રમાણે, નિશ્વિત રીતે ભારતીય ખેલાડીઓ માટે આ જગ્યાએ રમવુ ખૂબ જ મુશ્કેલ થશે. ભારતમાં રમવાથી આ અલગ પરિસ્થિતી છે અને જ્યાં ખૂબ જ વધારે ઉછાળ અને તેજી નથી હોતી.

હળવું વર્તન નહી કરે ન્યૂઝીલેન્ડની ટીમ

કીવી કોચ ગૈરી સ્ટીડની જેમ વૈગનરનું પણ માનવુ છે કે, ભારતીય ખેલાડી ખૂબ જ સારુ પ્રદર્શન કરશે, પરંતુ તેમને આશા છે કે, ન્યૂઝીલેન્ડની ટીમ પોતાની તરફથી કોઈપણ પ્રકારનું હળવુ વર્તન કરશે નહી અને ટીમની પરેશાનીએને વધારવામાં સફળ રહેશે. વૈગનરે કહ્યુ કે, આશા છે કે, અમે તેમના પર નિશાન સાધવામાં સફળ રહેશુ અને તે જ રીતે બોલીંગ કરશુ જેવી અમે વેલિંગટનમાં કરી હતી. જો અમે દબાવ બનાવી રાખશું તો, તેથી અમને ખુદ માટે કામને સરળ બનાવીશું. વેગનરો વધુમાં કહ્યુ કે, સીરીઝ માત્રબે મેચની છે, તેથી ભારતીય ટીમને પરિસ્થિતિઓ સાથે મેળ બેસાડવા માટે પર્યાપ્ત સમય મળ્યો નથી.

છ પારીમાં ત્રણ વખત કર્યો વિરાટનો શિકાર

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પડકાર ફેંકતા નીલ વૈગનરે કહ્યુ છે કે, હુ જે ટીમની વિરુદ્ધ રમુ છું, તેના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનને આઉટ કરવાની કોશિશ કરુ છું. કારણ કે, જ્યારે તમે આવુ કરો છો, તો તમારી ટીમમાં અલગ જ ઉત્સાહનો સંચાર થાય છે. આ વખતે પણ મારી કોશિશ આ પ્રકારની જ રહેશે. વિરાટ વિશે વેગનરે કહ્યુ કે, તેમના રન રોકવા પડશે અને તેમના પર દબાવ બનાવવો પડશે. ટેસ્ટ મેચમાં વેગનરે છ પારીમાં ત્રણ વખત કોહલીને શિકાર બનાવ્યો છે. આ દરમિયાન તેમણે 108 બોલ પર માત્ર 60 રન જ બનાવ્યા હતા.

READ ALSO

Related posts

અમદાવાદમાં કોરોના પોઝિટીવ આવેલા 5 વ્યક્તિઓના નામ અને સરનામા થયા જાહેર, રાખજો સાવચેતી

Karan

પીએમ મોદીએ ભલે લાઈટો બંધ કરવાનું કહ્યું પણ તમે ના કરતા આ ભૂલો, નહીં તો થશે મોટુ નુક્સાન

Bansari

લોકડાઉનમાં ભૂખ્યાને વારે આવ્યો જેતપુરનો સિંધી સમાજ, દરરોજ આટલા ગરીબોની ઠારે છે આંતરડી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!