GSTV
Home » News » દુનિયાનાં ફેફસા સળગી રહ્યા છે ત્યારે ચંદ્ર પર પ્રથમ ડગલું ભર્યા બાદ નિલ આર્મસ્ટ્રોંગે કહી હતી આ વાત

દુનિયાનાં ફેફસા સળગી રહ્યા છે ત્યારે ચંદ્ર પર પ્રથમ ડગલું ભર્યા બાદ નિલ આર્મસ્ટ્રોંગે કહી હતી આ વાત

ચંદ્ર પર પ્રથમ ડગલું ભર્યા બાદ અવકાશયાત્રી નિલ આર્મસ્ટ્રોંગે કહ્યું હતુ કે ચંદ્ર પરનું આ એક પગલું એ માનવજાત માટે એક વિશાળ છલાંગ છે. તો એમેઝોનના જંગલોમાં લાગેલી વિકરાળ આગ એ આવનારા ભયાનક ભાવિના તણખા સમાન છે.

ધરતી પર રહેલા કુદરતી સંસાધનો કોઇને કોઇ કારણોસર ખતમ થઇ રહ્યા છે. જે ભવિષ્ય માટે ખતરાની ઘંટી છે.

જો આ કુદરતી સંસાધનોને બચાવવા  અને સંભાળ રાખવામાં અત્યારથી કોઇ પગલા નહીં ભરવામાં આવ્યા તો આવનારા કેટલાક વર્ષોમાં તેના ભયાનક પરિણામ વર્તમાન પેઢી અને ભવિષ્યની પેઢીઓના જોવા પડશે.

એક તરફ દુનિયાના ફેફસા તરીકે જાણીતા બનેલા એમેઝોનના જંગલો ભડભડ સળગી રહ્યા છે. તો બીજી તરફ ગ્લોબલ વોર્મિગના કારણે પિગળી રહેલા ગ્લેશિયરે પણ ચિંતામાં વધારો કર્યો છે.

ધરતી પર રહેલા આ એવા કુદરતી સ્ત્રોત છે જે પર્યાવરણનું સંતુલન જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા અદા કરી રહ્યા છે. પરંતુ માનવ સર્જિત આફતો અને ભૌતિકવાદની વધતી લાલસાના કારણે આ કુદરતી સ્ત્રોતો મોટી કિંમત ચુકવી રહ્યા છે.

જેના આગામી દિવસોમાં જોવા મળનારા પરિણામો અમારી અને તમારી કલ્પનાની બહાર હશે. જેના માટે જવાબદાર ગણાશે વર્તમાન પેઢી, આજના નાગરીકો, ઉદ્યોગો, રાજનેતા અને નીતિધારકો.

READ ALSO

Related posts

સુરતમાં રાજનાથ સિંહની હુંકાર: કહ્યું- પાકિસ્તાન આતંકવાદ બંધ કરે નહિંતર થઇ જશે ટુકડે-ટુકડા

Riyaz Parmar

ભારતીય પ્રવાસીઓને આકર્ષવા સ્વિત્ઝરલેન્ડ ટુરિઝમે કર્યું આ ખાસ આયોજન

Nilesh Jethva

15 નવેમ્બર સુધીમાં રામ મંદિર મુદ્દે ‘સુપ્રિમ’ નિર્ણય આવશે: BJPનાં આ નેતાએ ભવિષ્યવાણી કરી શું?

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!