લોકપ્રિય ગાયિકા નેહા કક્કડ ટૂંક જ સમયમાં રોહનપ્રિત સિંહ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે તેવા અહેવાલ છે. આ અહેવાલ મુજબ તે 24મી ઓક્ટોબરે દિલ્હીમાં લગ્ન કરશે. રોહનપ્રિત રિયાલિટી શો ‘મુઝસે શાદી કરોગે’માં જોવા મળ્યો હતો. તેણે આ શોમાં શહેનાઝ ગિલ સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. તે ‘ઈન્ડિયા રાઇઝિંગ સ્ટાર 2’ શોનો ફર્સ્ટ રનર-અપ પણ રહી ચૂક્યો છે. નેહાના લગ્નના સમાચાર પર તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ હિમાંશ કોહલીની પ્રતિક્રિયા પણ સામે આવી છે.

હિમાંશ કોહલી અને નેહા કક્કડ ચાર વર્ષ સુધી રિલેશનશિપમાં હતા. 2018માં તેઓ એકબીજાથી અલગ થયા હતા. હિમાંશે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે રોહનપ્રિત અને નેહા વચ્ચેના પ્રેમસંબંધ વિશે તે જાણતો નથી પરંતુ તે તેના માટે ખુશ છે. તે કહે છે ‘જો નેહા ખરેખર લગ્ન કરી રહી છે, તો હું તેના માટે ખુશ છું. તે તેના જીવનમાં આગળ વધી રહી છે. તે જાણીને આનંદ થયો.’ તેણે એમ પણ કહ્યું કે તેઓ ક્યારેય સમજી શકતા નથી કે લોકો કેમ નેહાની પોસ્ટ તેની સાથે જોડતા હતા. જ્યારે તે સારી રીતે જાણતી હતી કે હિમાંશનો ઉલ્લેખ કરતી ન હતી.

હિમાંશ વધુમાં કહે છે, ‘કોઈપણ આધાર વિના મીડિયામાં આ પ્રકારની ખોટી ચર્ચાઓ થઇ રહી હતી. સંબંધોનું જોડાવું અને તૂટી જવું એ જીવનની એક સામાન્ય ઘટના છે. ઘણી વખત લોકો એક સાથે રહે છે અને તેઓ એકબીજાથી સહજ નથી હોતા. આવું થાય છે અને આવું થયું પણ છે.’
READ ALSO
- રાજકોટ / ગટર સફાઈ દરમિયાન ઝેરી ગેસને કારણે મજૂર અને કોન્ટ્રાક્ટરનું મોત
- રાજસ્થાનમાં ડિઝનીલેન્ડમાં મોટી દુર્ઘટના, 30 ફૂટ ઉપરથી પડી રાઈડ, ઘણા લોકો ઈજાગ્રસ્ત, જુઓ વિડીયો
- જમ્મુ કાશ્મીરમાં વિદેશી મૂડી રોકાણ વધ્યું, રેકોર્ડ તોડ દોઢ કરોડથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત
- અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમના ઘણા વિસ્તારોમાં અનુભવાયા ભૂકંપના આંચકા, લોકો ઘર બહાર દોડી આવ્યાં
- SCOની બેઠકમાં ખોટો નકશો લઈને આવ્યું પાકિસ્તાન, ભારતે કહ્યું ‘નકશો સુધારો, નહીં તો દૂર રહો’