GSTV
Gujarat Government Advertisement

તારક મહેતાના અંજલીભાભીએ આ કારણે છોડ્યો હતો શો… 12 વર્ષ હિસ્સો રહ્યા પછી અચાનક જ થઈ ગયા ગૂમ

Last Updated on June 9, 2021 by pratik shah

તારક મહેતાના ઉલટા ચશ્મા એક એવો શો છે જેમાં છેલ્લા એક દશકાથી પણ વધુ સમયથી દર્શકોને ભરપૂર મનોરંજન મળી રહ્યું છે. શોના દરેક પાત્રને લોકો દ્વારા પસંદ કરાયા છે. શોમાં રાઈટરનો રોલ પ્લે કરી રહેલા તારક મહેતાની પત્ની અંજલી મહેતાએ પણ પોતાની આગવી અદાકારીથી દર્શકોની ચાહના મેળવી છે.

12 વર્ષ સુધી પોપ્યુલર કોમેડી શો સાથે જોડાયેલી રહી

આ રોલ ગુજરાતી એક્ટ્રેસ નેહા મહેતાએ પ્લે કર્યો છે. નેહાનો જન્મ 9 જૂન 1978માં ગુજરાતના ભાવનગરમાં થયો હતો. તેમણે વર્ષ 2001માં ટીવી સિરીયલ ડોલર બહુથી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. નેહા 12 વર્ષ સુધી પોપ્યુલર કોમેડી શો સાથે જોડાયેલી રહી અને ફેન્સને એન્ટરટેન કર્યા. પરંતુ વર્ષ 2020માં નેહાએ શોમાંથી એક્ઝિટ કરવાનો નિર્ણય લીધો. અને તેના ફેન્સ પણ શોક્ડ થઈ ગયા હતા.

મેં ગુજરાતી ફિલ્મો તરફ આગળ વધવાનું નક્કી

ઘણાં ફેન્સે તો માગ કરી હતી કે અંજલીભાભીને પરત લાવવામાં આવે. પરંતુ એ થઈ ના શક્યું. આ વાતની અફવાઓ પણ ફેલાણી કે શોના પ્રોડ્યુસર્સ સાથે નેહાને કંઈક અણબનાવ થયો છે. જેના કારણે શો છોડી રહી છે. પછીથી એક્ટ્રેસ બાબતે ખુલાસો કર્યો અને કહ્યું કે જ્યારે મને આ શો ઓફર થયો હતો તે દરમિયાન હું બહુ કોન્ફિડન્ટ નહોતી. કે આ રોલ કરી શકીશ કે કેમ. પરંતુ મે 12 વર્ષ સુધી આ શોમાં કામ કર્યું. આ શો છોડવો મારા માટે આસાન નહોતો. આ શો છોડ્યા પછી મને થયું કે હું હજુ પણ કંઈક વધારે કરી શકું છું. અને મેં ગુજરાતી ફિલ્મો તરફ આગળ વધવાનું નક્કી કર્યું.

ફિલ્મ મહિલા સશક્તિકરણ પર આધારિત

મેં હાલમાં જ એક ગુજરાતી ફિલ્મનું શુટિંગ પૂરું કર્યું છે. એમાં હું એક મહત્ત્વનો રોલ પ્લે કરતી નજરે આવું છું. આ ફિલ્મ મહિલા સશક્તિકરણ પર આધારિત છે. તેની વાર્તા મોર્ડન યુગની નવદુર્ગા સાથે જોડાયેલી છે. નેહાએ પોતાની કેરિયરમાં એક બોલીવૂડ ફિલ્મમાં કામ કર્યું છે. વર્ષ 2008માં EMI નામની ફિલ્મનો હિસ્સો હતી. ફિલ્મમાં સંજયદત્ત સાથે કામ કર્યું છે.

કેટલીક વસ્તુઓને લઈને તેની અસહમતિ

એક્ટ્રેસને જ્યારે શોમાં પરત ફરવા અંગે પૂછાયું તો તેણે કહ્યું કે તે તારક મહેતાના ઉલટા ચશ્મામાં જવા ઉત્સુક તો છે પરંતુ કેટલાક બદલાવ ઈચ્છે છે. કેટલીક વસ્તુઓને લઈને તેની અસહમતિ છે. પરંતુ તે હવે આ બાબતમાં વધુ વિચારવા નથી ઈચ્છતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

નવો મોરચો/ 5 મીનિટમાં ભારતમાં એરસ્ટ્રાઈક કરી શકાય તે એરબેઝ પર પાકિસ્તાને જેએફ-17 ફાઇટર જેટને તૈનાત કર્યા

Harshad Patel

જ્ઞાનનું દાન/ એક હજાર વિદ્યાર્થીને સ્પર્ધાત્મક પરીક્ષામાં તૈયાર કરશે અમદાવાદના ડીસીપી રાજેશ ગઢિયા, 14 યુવાનોને PSI બનાવ્યા

Harshad Patel

ફફડાટ/ ત્રીજી લહેર આવી તો ક્રોનિક ડીસીઝવાળા બાળકોની હાલત થશે વધુ ગંભીર, તબીબો પણ મૂકાયા ચિંતામાં

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!