GSTV
Gujarat Government Advertisement

નેહા કક્કરે શેર કર્યો રોહનપ્રીત સાથે લિપલોક કરતો ફોટો, બેડરૂમથી બીચ સુધીના આ રહ્યા ફોટો

Last Updated on November 18, 2020 by Ankita Trada

બોલિવૂડ સિંગર નેહા કક્કર અને તેના પતિ રોહનપ્રિત સિંહ દુબઈમાં હનીમૂન મનાવી રહ્યા છે. નેહા અને રોહનના લગ્ન 24મા ઓક્ટોબરે દિલ્હીના ગુરુદ્વારામાં થયા હતા. આ લગ્નમાં બંનેના પરિવારમાંથી ફક્ત અંગત લોકો જ હાજર હતા. ‘’નેહુ દા વ્યાહ’ના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા રહ્યા હતા. હવે સિંગરના હનીમૂનના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ નવ પરિણીત યુગલ દરેક ફોટામાં અત્યંત સુંદર લાગી રહ્યું છે.

નેહા દુબઇથી તેના હનીમૂનનાં ફોટો સતત શેર કરતી રહેતી હોય છે. તે દરમિયાન તાજેતરમાં અભિનેત્રીએ તેની હનીમૂન ડાયરીઓ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેણે તેની હોટેલ, બેડરૂમ, રેસ્ટોરન્ટથી બીચ સુધીના ફોટો શેર કર્યા છે. આ ફોટોને જોઈને લાગે છે કે નેહા તેના હનીમૂનથી પરત ફરવા જઇ રહી છે, કેમ કે તેણે હનીમૂન ડાયરીઝમાં દુબઈમાં વિતાવેલી તેની તમામ ખાસ પળો શેર કરી છે.

આ ફોટામાં નેહા અને રોહન ખૂબ જ રોમેન્ટિક મૂડમાં જોવા મળી રહ્યા છે. સિંગરે શેર કરેલા ફોટામાં તે રોહન સાથે લિપલોક કરતી પણ જોવા મળી રહી છે. આ સિવાય ક્યારેક આ નવ પરિણીત કપલ બીચ પર તો ક્યારેક રેસ્ટોરન્ટમાં રોમાન્સ કરતું જોવા મળી રહ્યું છે.

નેહા હાલમાં દુબઈમાં છે તેથી આ વખતે તેણે ત્યાં જ દિવાળી સેલિબ્રેટ કરી હતી. સેલ્ફી ક્વીન નેહા કક્કરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દિવાળીની ઉજવણીની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તમે બંનેની સુંદર જોડી એકસાથે જોઈ શકો છો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

દેશમાં 8 નવી બેંકો ખોલવામાં આવશે, આરબીઆઈએ યુનિવર્સલ અને સ્મોલ ફાઇનાન્સ બેંકોનાં નામ પાડ્યાં બહાર

Pravin Makwana

કોરોનાનો કહેર / ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો અને જ્યુડિશીયલ ઓફિસર્સને કર્યો આ આદેશ

Dhruv Brahmbhatt

ડાન્સિંગ ક્વીન નોરા ફતેહીનો ક્રશ કોણ છે? અભિનેત્રીએ વીડિયો શેર કરીને કર્યો ખુલાસો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!