GSTV
Bollywood Entertainment Trending

બ્રેક અપ બાદ નેહા બોલી, ઈસમે તેરા ઘાટા, મેરા કુછ નહીં જાતા

પોતાની બિન્દાસ અદાઓથી ફેન્સના દિલો પર રાજ કરનારી નેહા કક્કડ પોતાની લવ લાઈફના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં જ તેનું બોયફ્રેન્ડ અને અભિનેતા હિમાંશ કોહલી સાથે બ્રેક અપ થયું છે. બ્રેક અપ બાદ નેહા બિલ્કુલ તૂટી ગઈ હતી. જે પછી રિયાલીટી શો અને સોશિયલ મીડિયા પર તેણે આ વિશે દિલ ખોલી વાત કરી. હવે ફરી એકવાર નેહાએ એક ગીત દ્વારા પોતાના દિલની વાતને સામે રાખી છે.

નેહાના નવા ગીતનું નામ છે ઈસમે તેરા ઘાટા-મેરા નહીં કુછ જાતા છે. નેહાના સૂરિલા અવાજમાં આ ગીતને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું છે. ફેન્સ પણ નેહાના નવા ગીતને હિમાંશ સાથે થયેલા બ્રેકઅપની રીતે જોઈ રહ્યા છે. ગીતમાં નેહા સાડીમાં ખૂબ જ હોટ અને સુંદર લાગી રહી છે. હાલમાં જ તેરા ઘાટાનું ફિમેલ વર્ઝન રિવીલ કરવામાં આવ્યું છે જેમાં નેહાએ પોતાનો અવાજ આપ્યો છે.

આ ગીત રિવીલ કરતાની સાથોસાથ યુટ્યુબ પર છવાઈ ગયું છે. 48 કલાકમાં આ ગીતને 90 લાખથી વધારે લોકોએ જોયું છે. નેહાએ આ વીડિયો પોતાના યુટ્યુબ એકાઉન્ટ પર પણ અપલોડ કર્યો છે. વીડિયોમાં નેહાના વાળ ખુલ્લા અને ઝુમકા સાથે જોવા મળી રહી છે.

નેહા પોતાની લવ લાઈફના કારણે થોડા દિવસોથી ઘણી પરેશાન હતી. નેહા અને તેના અભિનેતા બોયફ્રેન્ડ હિમાંશ કોહલીનું બ્રેક અપ થયું. ફેન્સ પણ આ જોડીને ખૂબ જ પસંદ કરતા હતા. ચાર વર્ષનું આ રિલેશન તૂટ્યા બાદ નેહા બિલ્કુલ ઉદાસ થઈ ગઈ હતી. દિલ તૂટ્યા બાદ નેહાએ ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે અંગત વાતો પણ શેર કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, મને ખબર નહોતી કે દુનિયામાં આટલા ખરાબ લોકો છે. ખેર બધુ ગુમાવીને હોશમાં હવે આવી, તો શું કર્યું

ત્યાં બીજી એક પોસ્ટમાં નેહાએ લખ્યું હતું કે મને ખ્યાલ છે કે તમામ લોકો આ વિશે વાત કરવા લાગ્યા છે. લોકો મને જજ કરી રહ્યા છે. ખબર નહીં લોકો શું બોલશે. ઘણા તો એવું પણ કહેશે જે મેં કર્યું પણ નથી. પણ આ બધું સાંભળવાની અને સહન કરવાની મને આદત થઈ ગઈ છે. જણાવી દઈએ કે નેહા ઈન્ડિયન આઈડલ 10ના સેટ પર આ અંગે ખૂબ ભાવુક થઈ ગઈ હતી.

READ ALSO

Related posts

અમેરિકામાં રહે છે વિશ્વની સૌથી ઉંમરલાયક મરઘી, આ છે તેની વધુ ઉંમરનું કારણ, જાણશો તો નવાઈ લાગશે

GSTV Web News Desk

28 માર્ચના રોજ જોવા મળશે આકાશમાં આ ઘટના, સૂર્ય આથમતી વખતે દુરબીન હોય કે ના હોય તૈયાર રહેજો

GSTV Web News Desk

રાજકારણ / મમતા-અખિલેશ જોડાણ મુદ્દે કોંગ્રેસનો અહંકાર, કોંગ્રેસ વિના વિપક્ષનો કોઈ મોરચો શક્ય નથી!

Hardik Hingu
GSTV