GSTV

નેહા કક્કર સાથે બ્રેકઅપ થયા બાદ પહેલીવાર બોલ્યો હિમાંશ કોહલી-મને ખલનાયક બનાવી દીધો, તો નેહાએ પણ આપ્યો વળતો જવાબ

પ્લેબેક સિંગર અને ઈન્ડિયન આઈડલ 11ની જજ નેહા કક્કર માટે બ્રેકઅપમાંથી બહાર આવવું સરળ ન હતુ. તો તેના એક્સ બોયફ્રેન્ડ હિમાંશ કોહલી માટે બ્રેકઅપમાંથી બહાર આવવું મુશ્કેલ સાબિત થયું. હિમાંશ કોહલી પહેલીવાર તેમના તૂટેલાં સંબંધોને વિશે બોલ્યો છે. હિમાંશ કોહલીએ જણાવ્યું છે કે કેવી રીતે બ્રેકઅપ તેના જીવનનો મુશ્કેલ સમય હતો.

મારી ઓળખ માત્ર નેહાના એક્સની જ નથી

હિમાંશ કોહલીનું કહેવું છે કે નેહા કક્કરના એક્સ બોયફ્રેન્ડ તરીકે સંબોધન કરવામાં આવે ત્યારે તેમને ખરાબ લાગે છે. હિમાંશ કહે છે કે લોકોએ તેમના કામને અવગણવું જોઈએ નહીં. તેને નેહા સાથે જોડવો એ સામાન્ય વાત છે. પરંતુ ઘણી વખત તે તેને તકલીફ આપે છે કારણ કે આ તેની ઓળખ બની જાય છે. હિમાંશે 2011 માં ટીવી શો હમસે હે લાઈફથી ડેબ્યૂ કર્યું હતું.

નેહા સાથે 2017માં થઈ હતી મુલાકાત

હિમાંશે ખુલાસો કર્યો કે 2017 માં તે તેની ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો હતો. તે જ સમયે, તે નેહા કક્કરને મળ્યો હતો. તે ફિલ્મમાં નેહાએ પણ એક ગીત પણ ગાયું હતું. હિમાંશે કહ્યું કે બંનેએ એક બીજાને પસંદ કર્યા અને બહાર જવાનું શરૂ કર્યુ હતુ. બંને અલગ થયા પહેલાં એક વર્ષ સુધી સાથે રહ્યા હતા. હિમાંશ અનુસાર, તે તેમના સંબંધોને લઈને ગંભીર હતો અને ભવિષ્યમાં લગ્ન કરવાનું પણ વિચારી રહ્યો હતો.

બ્રેકઅપ કરવાનો નિર્ણય બંનેની સહમતિથી લેવાયો

હિમાંશનું કહેવું છે કે બાદમાં તેમના સંબંધોમાં ઘણું બધું થવા લાગ્યુ હતુ અને સંબંધ આગળ વધી શક્યો નહીં. પરંતુ તે કોઈ ખરાબ બ્રેકઅપ નહોતું. પરંતુ બાદમાં નેહા કક્કરે સોશિયલ મીડિયા પર આ બ્રેકઅપ વિશે લખવાનું શરૂ કર્યું. જણાવી દઈએ કે નેહાએ ફેસબુક પોસ્ટમાં લખ્યું છે, મને ખબર નહોતી કે આ દુનિયામાં આટલા બધા ખરાબ લોકો પણ છે. હું જાણું છું કે હું સેલિબ્રિટી છું. પરંતુ હું એક માણસ પણ છું. આજે કંઈક વધારે જ તુટી ગઈ. તેથી પોતાની લાગણીઓને કાબૂમાં રાખી શકી નહીં. હિમાંશ કહે છે કે બ્રેકઅપ કરવાનો નિર્ણય તે બંને દ્વારા લેવામાં આવ્યો હતો પરંતુ તેને વિલન બનાવવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે નેહા કક્કર બ્રેકઅપ પછી ટીવી પર રડી પણ પડી છે.

View this post on Instagram

Love You Guddu 😍😇 . Bhagwaan Ki Daya Se, By The Grace of God, I have Everything one wishes from Life 🙏🏼 Really Really Happy that I’m living a Happiest Life and that’s because of Good Deeds, Good Karma! ❤️💪🏼😇 Log Jo Bhi Bura Bolte Hain Mere Baare Mein They’re nothing but FAKE AND JEALOUS and USING MY FAME to appear in News. Pehle bhi Use Kiya, Mere Peeche se bhi Use Kar Rahe Hain. Oye! Get Famous coz of Your Work, Not bcz of Me. Don’t Use My Name to get famous again. If I open My Mouth…………. I’ll bring here your Mother, Father and Sister’s deeds too.. What all they did and said to me. Don’t You Dare Use My Name and Dont become Bechaara in front of the world, making me look like a villain, Warning You!!!!! ⚠️ Stay Away from Me and My Name!!!!!! 🙏🏼

A post shared by Neha Kakkar (@nehakakkar) on

નેહાએ હિમાંશને આપ્યો આ જવાબ

હિમાંશનાં આ નિવેદન બાદ નેહા કક્કરે તેને જબરદસ્ત જવાબ આપ્યો છે. નેહાએ ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરી છે. તેણે હિમાંશ પર ઈશારાઓમાં તેની ઈમેજને ખરાબ કરવાનો આરોપ મૂક્યો છે. નેહા લખે છે, ‘જે પણ લોકો મારા વિશે ખરાબ બોલે છે તે જુઠ્ઠા છે અને તે મારી ઈર્ષ્યા કરે છે. આ લોકોએ મારું નામ લઈને સમાચારોમાં આવવું હોય છે. આ પહેલાં પણ આવું કરવામાં આવ્યું હતું, મારી પાછળ પણ આવુ કરવામાં આવ્યું હતું. જો તમે પ્રખ્યાત થવા માંગતા હો, તો મારા નામથી નહીં, પણ તમારા કામથી બનો’ નેહાએ પોતાની પોસ્ટમાં એકવાર પણ હિમાંશનું નામ તો નથી લીધુ પરંતુ તે સ્પષ્ટ જાણ થાય છેકે, તે હિમાંશ પર પ્રહાર કરી રહી છે. નેહા આટલેથી જ નહોતી રોકાઈ તેનો હિમાંશ કોહલીની ઉપર ગુસ્સો સ્પષ્ટ સમજાઈ શકતો હતો. તેણે પોતાની પોસ્ટમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતોકે, તે હિમાંશની ફેમિલીને પણ એક્સપોઝ કરી શકે છે. નેહાએ લખ્યુ, જો મે મારું મોઢું ખોલવાનું શરૂ કર્યુ તો હું તારી માતા, પિતા અને બહેન બધાની કરતૂતો સામે રાખી દઈશ. તેમણે મારી સાથે શું કર્યુ? મને શું-શું કહ્યુ હતુ. મારા નામનો ઉપયોગ કરીને પોતાની જાતને બિચારો બનાવવાનાં પ્રયાસ ન કરીશ. દૂર રહે મારાથી અને મારા નામથી.

READ ALSO

Related posts

કોરોનાના સંભવિત ખતરાથી બચવા અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર, વાયરસ સામે આપશે રક્ષણ

Ankita Trada

લોકડાઉનનું ઉલ્લંઘન કરતાં પકડાયા તો 2 વર્ષની જેલની સજાની છે જોગવાઈ

Nilesh Jethva

Corona નો કહેર, દેશની આ એરલાઈન્સે પોતાના 200 કર્મચારીઓના કોન્ટ્રેક્ટ કર્યા સસપેન્ડ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!