નેહા કક્કડના બ્રેકઅપ માટે આ શખ્સ છે જવાબદાર, હિમાંશની આ આદતથી રહેતી હતી પરેશાન

નેહા કક્કડ અને તેના બૉયફ્રેન્ડ હિમાંશ કોહલીના સંબંધો વણસી ગયા છે. તાજેતરમાં જ નેહાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના બ્રેકઅપની ખબર આપી હતી. નેહાના ફેન્સ માટે આ ખૂબ જ શૉકિંગ ખબર હતી કારણ કે થોડા સમય પહેલાં જ બંનેએ જાહેરમાં પોતાના રિલેશનીપનો સ્વીકાર કર્યો હતો.

બ્રેકઅપ બાદ ફેન્સ તેમના અલગ થવા પાછળનું કારણ જાણવા માટે પરેશાન હતા. નેહા અને હિમાંશનું બ્રેકઅપ શા માટે થયું તેની પાછળનું કારણ સામે આવી ચુક્યું છે. મીડિયા રિપોર્ટસ અનુસાર બંને વચ્ચે ઝગડાનું કારણ ઇન્ડિયન આઇડલનો એક કન્ટેસ્ટન્ટ હતો. આ કન્ટેસ્ટન્ટના કારણે હિમાંશ નેહાને શંકાની નજરે જોતો હતો જેથી નેહા ખૂબ જ પરેશાન રહેતી હતી.

જો કે નેહા હવે પોતાના જીવનમાં આગળ વધી ચુકી છે. હાલ તે મસ્ત થઇ ને પોતાનું જીવન એન્જોય કરી રહી છે. બ્રેકઅપ બાદ નેહા-હિમાંશે એકબીજાને સોશિયલ મીડિયા પર અનફૉલો કરી દીધાં છે. આ ઉપરાંત નેહાએ ઇન્સ્ટાગ્રામ પર હિમાંશ સાથેની તમામ રોમેન્ટિક તસવીરો પણ હટાવી દીધી છે.

જણાવી દઇએ કે ઇન્ડિયન આઇડલ મંચ પરજ હિમાંશે નેહાને પ્રપોઝ કરી હતી. તે બાદ બંનેએ શૉ પર જ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. અગાઉ જૂન મહિનામાં હિમાંશ અને નેહા વચ્ચે ઝગડો થયો હતો અને ત્યારથી જ લાગી રહ્યું હતું કે બંનેનું બ્રેકઅપ થઇ ગયું છે પરંતુ તેમણે તેમના રિલેશનશીપને વધુ એક તક આપી હતી.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter