GSTV
Home » News » નેહા કક્કર અને આદિત્ય નારાયણે ગુપચુપ કરી લીધાં લગ્ન! સામે આવ્યો આ Unseen Video

નેહા કક્કર અને આદિત્ય નારાયણે ગુપચુપ કરી લીધાં લગ્ન! સામે આવ્યો આ Unseen Video

સિંગિંગ રિયાલીટી શૉ ‘ઇન્ડિયન આઇડલ’ની જજ અને ફેમસ સિંગર નેહા કક્કડ અને શૉના હોસ્ટ આદિત્ય નારાયણના લગ્નની ચર્ચા ઘણાં લાંબા સમયથી થઇ રહી છે. જો કે બંને તરફથી આ અંગે કોઇ સત્તાવાર નિવેદન આપવામાં નથી આવ્યું પરંતુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં આદિત્ય, નેહાને વરમાળા પહેરાવવા માટે તૈયાર હોય તેવું નજરે આવી રહ્યું છે.

નેહા આદિત્ય નામના ફેન પેજ પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં નેહા લાલ સાડીમાં નજરે આવી રહી છે અને આદિત્ય ક્રિમ કલરની શેરવાનીમાં નજરે આવી રહ્યા છે. બંને સાથે શૉના જજ વિશાલ દદલાની પણ છે અને પંડિતજી મંત્રોચ્ચાર કરી રહ્યાં છે. વીડિયોમાં આ બધુ સ્પષ્ટપણે જોઇ શકાય છે. પરંતુ કહાનીમાં થોડો ટ્વીસ્ટ છે.

તમે વિચારી રહ્યાં હશો કે આટલી મોટી સિંગિંગ સુપરસ્ટારના લગ્ન અને તે પણ છુપાઇને? આવું કેવી રીતે શક્ય છે? તમને જણાવી દઇએ કે આદિત્ય અને નેહાના લગ્ન હકીકતમાંથી નથીય પરંતુ ઇન્ડિયન આઇડલના સેટ પર મસ્તી-મજાકમાં કરવામાં આવ્યાં છે.

વીડિયોમાં શૉના કેટલાંક કન્ટેસ્ટન્ટ્સ નજરે આવી રહ્યાં છે અને બધા જ મસ્તીના મૂડમાં છે. તમને જણાવી દઇએ કે કેટલાંક દિવસો પહેલાં જ આદિત્યના પિતા ફેમસ બોલીવુડ સિંગર ઉદિત નારાયણે પણ નિવેદનમાં જણાવ્યું હતું કે નેહા અને આદિત્યના લગ્નની ખબરો ફક્ત શૉની ટીઆરપી વધારવા માટે ફેલાવવામાં આવી છે. કારણ કે, નેહા આ શોની જજ છે અને આદિત્ય એન્કર છે.

એક ઇન્ટરવ્યુમાં ઉદિત નારાયણે કહ્યું હતું કે, આદિત્ય અમારો એક માત્ર પુત્ર છે. અમે તેના લગ્નની આતુરતાથી રાહ જોઇ રહ્યા છીએ. જો તેના લગ્નની અફવાઓ સાચી હોત, તો હું અને મારી પત્ની આ દુનિયામાં સૌથી ખુશ હોત.

ઉદિતે આગળ કહ્યું કે, જો આગામી કેટલાક દિવસોમાં આદિત્યના લગ્ન થઈ રહ્યા હોત તો, તે પોતાના માતા-પિતાને જરૂર જાણ કરત. લિંક અપ અને લગ્નના સમાચાર માત્ર ઈન્ડિયન આઈડલની ટીઆરપીને વધરવા માટે છે. નેહા ખૂબ જ સારી છોકરી છે, તેને અમે વહુ તરીકે સ્વીકરવા માટે જરા પણ સંકોચ નહી કરીએ.

ઉલ્લેખનીય છેકે, નેહા અને આદિત્યના લગ્નનાં એવાં સમાચારો આવી રહ્યા છે કે, બંને વેલેનટાઈન ડે (14 ફેબ્રુઆરી)ના રોજ લગ્ન કરશે. બંનેએ ઘણીવાર એવાં વીડિયો પણ શેર કર્યા છે જેમાં નેહા અને આદિત્યા સાથે દેખાતા હોય. અને 14 ફેબ્રુઆરીનાં લગ્નને લઈને થોડા દિવસો પહેલાં એક વીડિયો વાયરલ થયો હતો.

ટોની કક્કરે પોસ્ટ કર્યો હતો વીડિયો

આ વીડિયો નેહાના ભાઈ ટોની કક્કરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો, જેમાં ટોની પોતે કહેતા જોવા મળે છે કે મારી બહેન નેહા અને આદિત્ય 14 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાશે. જો કે આ દરમિયાન નેહા જોર જોરથી હસતી જોવા મળી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે કાં તો કોઈક પ્રકારની મજાક છે અથવા બંને કોઈ પ્રોજેક્ટ વિશે જાહેરાત કરવા જઇ રહ્યા છે.

READ ALSO

Related posts

આ મહિલાના હાથમાં છે અમેરિકાની પરમાણું તાકાત, ભારત સાથે છે ખાસ સંબંધ

Nilesh Jethva

ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 15થી વધુ ઘાયલ, ત્રણ લોકો નદીમાં ખાબક્યા

Nilesh Jethva

દિલ્હી હિંસાને લઈને અમિત શાહે બોલાવી ઇમરજન્સી બેઠક, ટ્રમ્પના રોકાણ સ્થાનેથી માત્ર 20 કિમીના અંતરે ભડકી છે હિંસા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!