GSTV
Bollywood Entertainment Trending

નેહા કક્કડ અને રોહનપ્રીત કરશે રજિસ્ટર મેરેજ, વાયરલ થઈ લગ્નની આ માહિતી

નેહા કક્કડનું ગીત હોય, તેમની લવ લાઈફ અથવા ફરી તેમનું બ્રેકઅપ… બધુ કેટલાક સોશિયલ મીડિયા પર છવાયેલ રહે છે. હાલમાં જ નેહા કક્કડના લગ્નના સમાચાર સામે આવ્યા અને તેણીના થનાર દુલ્હાની વાતો સામે આવતા જ હંગામો મચી ગયો. નેહા કક્કડે, પંજાબી સિંગર રોહનપ્રીત સિંહની સાથે લગ્ન કરવા જઈ રહી છે. સમાચાર છે કે, નેહા અને રોહનપ્રીતના લગ્ન દિલ્હીમાં 24 ઓક્ટોબરના રોજ થવા જઈ રહ્યા છે, પરંતુ સામે આવી રહેલી જાણકારી પ્રમાણે પારંપરિક લગ્નથી લગભગ 2 દિવસ પહેલા નેહા રોહનપ્રીતની સાથે રજિસ્ટર મેરેજ કરવાની છે.

લગ્નની તારીખો પર વાત થઈ રહી

નેહા અને રોહનપ્રીતની એક ફોટો સામે આવી હતી. જેને તેમની સગાઈની ફોટો ગણાવવામાં આવ્યો છે. ત્યારથી નેહાના લગ્નની તારીખો પર વાત થઈ રહી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નેહાના લગ્ન સંપૂર્ણ રીત-રિવાજથી 24 ઓક્ટોબરથી થવા જઈ રહી છે, પરંતુ આ પહેલા 22 ઓક્ટોબરના રોજ આ જોડી રજિસ્ટર મેરેજ કરશે. નેહાના લગ્નના કાર્ડ પણ વહેંચાઈ ગયા છે. જાણકારી પ્રમાણે નેહા અને રોહનપ્રીત પરિવારની હાજરીમાં રજિસ્ટર મેરેજ કરશે.

તસવીરો શેર કરતા જોવા મળ્યા

જ્યારથી નેહાના લગ્નના સમાચાર પ્રકાશમાં આવ્યા છે, ત્યારથી આ દંપતી એકબીજાની પોસ્ટ પર લવ ભરેલી ટિપ્પણીઓ કરતા અને એક સાથે તસવીરો શેર કરતા જોવા મળ્યા છે. એટલું જ નહીં નેહા અને રોહનપ્રીતનો પહેલો સહયોગ પ્રોજેક્ટ ‘નેહુ દા વ્યાહ’ પણ 21 ઓક્ટોબરના રોજ રીલિઝ થવા જઈ રહ્યો છે. જોકે, આ ગીતનું પોસ્ટર સામે આવ્યા બાદ એવા અહેવાલો પણ આવ્યા હતા કે નેહાના લગ્નના સમાચારો આ ગીતને પ્રમોટ કરવાની એક રીત છે.

બંને સાચે જ લગ્ન કરવા જઈ રહ્યા છે

જોકે, નજીકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બંને સાચે જ લગ્ન કરવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, નેહા સાથે લગ્ન કરતા પહેલા રોહનપ્રીત શહનાજ ગિલ સાથે લગ્ન કરવા માટે કલર્સ ટીવીના રિયાલિટી શોમાં પણ પહોંચ્યા હતા. જોકે, કોરોનાના કારેમ આ શોને વચ્ચે જ બંધ કરવો પડ્યો હતો.

READ ALSO

Related posts

સૌથી વધુ જીવલેણ 10 રોગ, લિસ્ટમાં નંબર 1 વાળાથી દર ત્રીજો વ્યક્તિ પરેશાન

GSTV Web Desk

પહેલી વાર મિસ યુનિવર્સ સુષ્મિતા સેન દેખાશે કિન્નરના રોલમાં

GSTV Web Desk

વિવાદ વધુ વકર્યો / ઓમ રાઉતની અપકમિંગ ફિલ્મ આદિપુરુષના ડાયરેક્ટરને ફટકારાઈ નોટિસ, ફિલ્મમાં રામાયણનું ઈસ્લામીકરણ

Hardik Hingu
GSTV