ગુજરાતમાં સ્પાર્ધાત્મક પરીક્ષા અને શાળાના પેપર ફૂટી રહ્યા છે. હાલ તેની સીઝન ચાલી રહી હોય એવુ લાગી રહ્યું છે. ત્યારે કચ્છની પ્રાથમિક શાળામાં પરીક્ષા પેપરમાં ગંભીર ભૂલ સામે આવી છે. શાળામાં પરીક્ષા આપવા પહોંચેલા વિદ્યાર્થીઓને સામાજિક વિજ્ઞાનના પેપરના બદલે ગણિતનું પેપર આપી દેવાતા વિદ્યાર્થીઓ મૂંઝાયા હતા. આ અંગેની ફરિયાદો સામે આવતા જિલ્લા પ્રાથમિક વિભાગ સફાળુ જાગ્યું છે અને તપાસના આદેશ આપ્યા છે.

મળતી માહિતી મુજબ ભૂજ અને મુંદ્રાની 6 સ્કુલોમાં સામાજિક વિજ્ઞાનના પેપરની જગ્યાએ ગણિતના પેપર આપી દેવામાં આવ્યું હતું. જેથી વિદ્યાર્થીઓ મૂંઝાયા હતા. મુંદ્રાની પાંચ સ્કુલ અને ભૂજની એક સ્કુલમાં અલગ વિષયના પેપર નીકળ્યાની ફરિયાદ થતા હોબાળો મચી ગયો હતો. તેને લઈ જિલ્લા પ્રાથમિક શિક્ષણ પ્રશાસન હરકતમાં આવ્યું છે. જિલ્લા શિક્ષણ વિભાગે તપાસના આદેશ આપી દીધા છે. પરીક્ષા હાલ રાબેતા મુજબ ચાલુ છે.
ભાવનગર જિલ્લામાં પેપર ચોરી થયા
રાજ્ય સરકારના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીના જિલ્લા ભાવનગરમાં પેપર ચોરીનો બનાવ બન્યો છે. ભાવનગરના તળાજાના નેસવડ ગામે પ્રાથમિક શાળામાં પેપરની ચોરી થઈ છે. હાલ સ્કૂલોમાં પરીક્ષા ચાલુ છે. ત્યારે ધોરણ છથી આઠના પરીક્ષાના પેપર સ્કૂલમાંથી ચોરી થઈ હતી. સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈને સ્કૂલના આચાર્ય પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પેપર ચોરી મામલે મોડીરાતે ફરિયાદ નોંધાવી હતી..ભાવનગર એલસીબીની ટીમ અને પોલીસ કાફલો નેસવડા ગામે તપાસ અર્થે પહોંચ્યો હતો. બો લો હવે ગુજરાતમાં પ્રાથમિક શાળાઓના પેપર પણ નથી સલામત.

- ચોરી થઈ છે..સ્કૂલના આચાર્ય પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા..અને
- તળાજા તાલુકાના નેસવડ ગામે પ્રાથમિક શાળા માં પેપરોની થઈ ચોરી,
- ધોરણ 6 થી 8 ના પરીક્ષા પેપર સ્કૂલ માંથી ચોરાયા, હાલમાં પરીક્ષાઓ છે શરૂ
- સ્કૂલ ના આચાર્ય પોહચ્યા પોલીસ સ્ટેશન
- ભાવનગર એલસીબી અને પોલીસ કાફલો પોહચ્યો નેસવડ ગામે તપાસ અર્થે,
- હવે ગુજરાત માં પ્રાથમિક શાળાઓના પેપર પણ નથી સલામત
- સમગ્ર ઘટનામાં મોડી રાત્રે પોલીસ ફરિયાદ નોંધાઈ
- આજે તમામ 6 થી 8 ધોરણ ની પરીક્ષા રદ થવાની શક્યતાઓ આ શાળામાંજ
પેપર ચોરીના બનાવને લઈને ગુજરાતભરમાં લેવાનારી ૭ મા ધોરણની પરીક્ષાના બે પેપર રદ કરવામાં આવ્યા છે. વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના પેપર રદ કરવામાં આવ્યા છે.

- ગુજરાતભરમાં લેવાનારી ૭ મા ધોરણની પરીક્ષાના બે પેપર રદ
- વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના પેપર રદ
- ૨૨ અને ૨૩ તારીખે લેવાનાર ધોરણ ૭ ની વાર્ષિક પરીક્ષાના પેપર રદ
- જિલ્લા શિક્ષણ અધિકારીએ આપ્યા આદેશ
- ભાવનગર જિલ્લાની પ્રાથમિક શાળમાંથી પરીક્ષાના પેપરોની ચોરી થતા પેપર રદ
- સોમવારથી રાબેતા મુજબ ધોરણ ૭ ના પેપર લેવાશે
- ધોરણ ૭ સિવાયના તમામ ધોરણની પરીક્ષા યથાવત

શિક્ષણ વિભાગની સૂચના અનુસાર તળાજા તાલુકાની નેસવડ પ્રા. શાળા,જી.ભાવનગર માંથી વાર્ષિક પરીક્ષાનાના પ્રશ્નપત્ર ની ચોરી થવાની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ તપાસ ચાલુ છે.વિદ્યાર્થીઓના હિતને ધ્યાન રાખીને તા.22/4/22 અને તા.23/4/22 ના રોજ યોજાનાર ધોરણ 7 ની પરીક્ષા રદ કરવામાં આવે છે. સોમવારથી રાબેતા મુજબ ધોરણ 7 ની પરીક્ષા યોજવાની રહેશે.અન્ય ધોરણોની પરીક્ષા અગાઉથી આપેલા સમયપત્રક મુજબ લેવાની રહેશે.