GSTV

પતિના નિધન બાદ નીતૂ કપૂરે કરી પહેલી પોસ્ટ, ભાવુક થઈ ફેન્સને કરી આ અપીલ

નીતૂ

એક્ટર ઋષિ કપૂરે આજે આ દુનિયાને અલવિદા કહી દીધુ છે આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. કાલથી લોકો ઈરફાન ખાનને યાદ કરીને ભાવુક થઈ રહ્યા હતા પરંતુ હવે ઋષિ કપૂરના જવાના કારણે આ દુઃખ વધારે ઉંડુ થઈ ગયું છે. બોલિવુડે બે દિવસમાં બે સ્ટાર્સને ખોયા છે. બન્નેના મૃત્યુ પણ કેન્સરના કારણે થયા છે.

નીતૂ કપૂરે શેર કરી ઈમોશનલ પોસ્ટ

હવે ઋષિ કપૂરની પત્ની અને એક્ટ્રેસ નીતૂ કપૂરે એક ઈમોશનલ પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ પોસ્ટને ઋષિ કપૂરના નિધન બાદ કપૂર પરિવારની તરફથી એક ઓફિસયલ સ્ટેટમેન્ટ માનવામાં આવી રહ્યું છે. સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે, આપણા નજીકના ઋષિ કપૂરનું આજે સવારે 8.45 પર નિધન થઈ ગયું છે. તે પાછલા બે વર્ષથી leukemiaથી પિડાઈ રહ્યા હતા. હોસ્પિટલમાં ડોક્ટરે અંતિમ ક્ષણ સુધી તેમને બચાવવાની પુરી કોશિશ કરી હતી. ઋષિ પાછલા બે વર્ષથી પોતાને મજબૂત રાખવાનો ઘણો પ્રયત્ન કરી રહ્યા હતા.

તે જીવનને સારી રીતે જીવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પરિવાર, મિત્ર અને ફિલ્મ હંમેશા તેમના ફોકસમાં રહી. તેમને જે પણ વ્યક્તિ મળતું હતું તે એ જોઈને આશ્ચર્યમાં મુકાઈ જતુ હતું કે ઋષિ આવી બિમારીમાં પણ આટલા ખુશ હતા અને બિમારીને ક્યારેય પોતાના પર હાવી નથી થવા દીધી. તે એ વાતથી ખૂબ ખુશ હતા કે તેમને પોતાના ફેન્સ દ્વારા ખૂબ પ્રેમ મળી રહ્યો હતો. તમે બધા જાણતા હશો કે ઋષિની આ જ ઈચ્છા હતી કે તેમને દરેક લોકો આંશુ સાથે નહીં પણ એક મુસ્કાનની સાથે વિદા કરે.

View this post on Instagram

🙏

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on

નીફેન્સને કરી ખાસ અપીલ

જાહેર કરેલા સ્ટેટમેન્ટમાં ફેન્સને ખાસ અપીલ પણ કરવામાં આવી છે. આ સમયે દેશમાં કોરોના વિરૂદ્ધ યુદ્ધ ચાલી રહ્યું છે. એવામાં દેશમાં લોકડાઉન છે અને કોઈને પણ વધારે બહાર ફરવાની પરવાનગી નથી. આ વાતને કપૂર પરિવારે સમજી છે અને દરેકને અપીલ કરી છે કે ફેન્સ લોકડાઉનનું પુરુ સન્માન કરે.

Read Also

Related posts

ગુન્હેગારો બેફામ/ જેતપુરમાં વેપારીના આંખમા મરચાની ભૂકી નાખી અને છરીની અણીએ ચલાવી લાખોની લૂંટ

pratik shah

અકસ્માતોનું સરવૈયું : રાજ્યમાં દરરોજ 18 અકસ્માત અને થાય છે 22 જેટલા લોકોનાં મોત, 2019માં આટલા લોકોનાં થયાં છે મોત

Bansari

મોદી સરકાર માટે ખુશખબર: સીધું વિદેશી રોકાણ 16 ટકા વધીને 27.1 અબજ ડોલરે પહોંચ્યું

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!