GSTV
Entertainment Trending

અંતિમ વિદાય / નીતૂ કપૂરે લતા મંગેશકરને આપી શ્રદ્ધાંજલી, જાણો કોણ છે તસવીરમાં નજરે પડતો બાળક

લતા મંગેશકર

સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકરનું કાલે 92 વર્ષની ઉંમરમાં નિધન થયુ, જેનાથી આખા દેશમાં શોકનું મોજું ફરી વળ્યું. અમિતાભ બચ્ચનથી લઈ અનેક મોટા સ્ટાર્સ સોશિયલ મીડિયા દ્વારા લતા મંગેશકરને શ્રદ્ધાંજલી અર્પિત કરી. જ્યારે હવે નીતૂ કપૂરે લતા મંગેશકરને શ્રદ્ધાંજલી આપી છે.

લતા મંગેશકર

હકીકતમાં નીતૂ કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર પોસ્ટ કરી છે. તમે તસવીરમાં જોઈ અંદાજ લગાવી શકો છો કે, આ તસવીર બહુ જૂની છે અને આ એક બ્લેક એન્ડ વ્હાઇટ છે, જેમા લતા મંગેશકરના ખોળામાં એક બાળક જોવા મળી રહ્યું છે. આ બાળક બીજું કોઈ નહીં પણ ઋષિ કપૂર છે. આ તસવીર પોસ્ટ કરતાં નીતુ કપૂરે કેપ્શનમાં લખ્યું કે, ‘સંપૂર્ણ રીતે ભાંગી ગઈ છું, તેમણે ઋષિ કપૂરને પોતાના ખોળામાં લીધા છે. સાથે જ તેમણે આ પોસ્ટ દ્વારા તેમના જવાની પીડા પણ વ્યક્ત કરી છે.

રવિવારે સાંજે અંદાજે 7.15 કલાકે લતા મંગેશકરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. લતા મંગેશકરના પરિવાર અને મિત્રોએ તેમને અંતિમ વિદાય આપી. જ્યારે લતા મંગેશકરને તેમના ભત્રીજા આદિનાથ મંગેશકરે મુખાગ્ની આપી અને તેઓ તેમના ખૂબ જ નજીક હતા. ઉલ્લેખનીય છે કે લતા મંગેશકરની થોડા સમય પહેલા તબિયત લથડી હતી, જેના પછી તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યા તેઓ કોરોના પોઝિટિવ મળ્યા હતા અને પછી જીવન સામે લડતા હતા અને કાલે તેમણે દુનિયાને અલવિદા કહ્યું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ

Vushank Shukla

ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું

Vushank Shukla

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રવિવારે કરોલી ગામના અમૃત સરોવરનું નિરીક્ષણ કર્યું

Vushank Shukla
GSTV