Neetu Kapoor On Ranbir: રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બે મહિના પહેલા લગ્નના બંધનમાં બંધાયા હતા. આ બંનેના લગ્નમાં પરિવારે પણ ખૂબ જ મસ્તી કરી હતી. લગ્નની વિધિઓ પૂરી થતાં જ બધા પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. પરંતુ શું લગ્ન બાદ રણબીરમાં કોઈ બદલાવ આવ્યો છે? નીતુ કપૂરે આ અંગે ખુલીને વાત કરી છે અને જણાવ્યું છે કે લગ્ન પછી રણબીરની શું હાલત છે.

આલિયા સાથે તમારા રિલેશન કેવા છે
પાંચ વર્ષના રિલેશનશિપ બાદ રણબીર અને આલિયાએ એકબીજાનો હાથ પકડીને સાત ફેરા લીધા. બંને કલાકારોના પરિવાર આ લગ્નથી ખૂબ જ ખુશ છે. હાલમાં જ રણબીરની માતા એટલે કે નીતુ કપૂરે પણ આ લગ્ન વિશે વાત કરી છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આલિયા સાથે તેનો સંબંધ એવો જ છે જેવો તેનો તેની સાસુ સાથે હતો. નીતુએ કહ્યું, ‘મને લાગે છે કે જો સાસુ અને વહુમાં થોડો મતભેદ આવે તો એમાં પતિનો વાંક છે કારણ કે તમે તમારી માતાને ખૂબ પ્રેમ કરો છો અને જ્યારે તમે જોરુની ગુલામ બની જાઓ છો, ત્યારે માને સમસ્યા થાય છે.. જો તમે તમારી માતા અને પત્ની સાથે પ્રેમને બેલેન્સ કરશો, તો બધું સારું થઈ જશે.
રણબીર પાંચ દિવસમાં એકવાર ફોન કરે છે
નીતુએ વધુમાં કહ્યું કે તેને રણબીર સાથે આવી કોઈ સમસ્યા નથી. તે તેના પ્રેમને બેલેન્સ રાખે છે. નીતુએ કહ્યું કે રણબીર હંમેશા મા-મા નથી કરતો. તે તેમને 5 દિવસમાં એકવાર કોલ કરે છે, તેમનુા હાલ ચાલ પૂછે છે. નીતુ માટે આ પૂરતું છે. તેણે એમ પણ કહ્યું કે રણબીર અને આલિયાને લગ્ન અંગે સલાહની જરૂર નથી.

નીતુની ફિલ્મ
નીતુ કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે જલ્દી જ ફિલ્મ ‘જુગ જુગ જિયો’માં જોવા મળશે. આ ફિલ્મ 24 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં નીતુ કપૂર ઉપરાંત અનિલ કપૂર, વરુણ ધવન અને કિયારા અડવાણી મહત્વની ભૂમિકામાં જોવા મળશે. તમામ કલાકારો આ ફિલ્મનું જોર જોરથી પ્રમોશન કરી રહ્યા છે.
Read Also
- મહારાષ્ટ્ર સંકટ / ઉદ્ધવના રાજીનામા પછી દેવેન્દ્ર ફડણવીસનું થશે રાજતિલક, શિંદેની પણ ચમકશે કિસ્મત
- Breaking / ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલ
- મોટા સમાચાર / સુપ્રીમમાંથી ફટકો પછી સોશિયલ મીડિયા પર ઉદ્ધવ ઠાકરેનું સંબોધન, આપી શકે છે રાજીનામું
- મોટો ખુલાસો / બોપલ ડ્રગ્સ કેસમાં 100 જેટલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાના નામ આવ્યા સામે, તપાસમાં FBIની થઈ એન્ટ્રી
- BIG BREAKING / ઉદ્ધવ સરકારની આવતીકાલે અગ્નિપરીક્ષા, સુપ્રીમ કોર્ટનો ‘સુપ્રીમ’ ચુકાદો