Last Updated on January 4, 2019 by Karan
પાછલાં ઘણાં સમયથી બોલીવુડ એક્ટર ઋષિ કપૂર ન્યૂયોર્કમાં પોતાની સારવાર કરાવી રહ્યાં છે. જો કે જ્યાં ઋષિ કપૂરના પરિવારે આ અંગે મૌન ધારણ કરી લીધું છે કે ઋષિ કઇ બિમારી સામે જંગ લડી રહ્યાં છે અને તેઓ કઇ સારવાર કરાવી રહ્યાં છે પરંતુ તેવામાં તેમની પત્ની નીતૂ કપૂરની લેટેસ્ટ પોસ્ટ ઘણુંબધુ કહી જાય છે. તેમની આ પોસ્ટથી ફેન્સ વચ્ચે હલચલ મચી ગઇ છે.
નીતૂએ પોસ્ટમાં જે લખ્યું છે તે એ વાતનો સંકેત આપે છે કે ઋષિ કપૂર ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર કરાવી રહ્યાં છે. નીતૂ કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ન્યૂ યર સેલિબ્રેશનની તસવીર પોસ્ટ કરી છે. જેમાં ઋષિ કપૂર, નીતૂ, રણબીર, આલિયા અને દિકરી રિદ્ધીમા પણ જોવા મળી રહી છે. આ તસવીરના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, હેપ્પી 2019. કોઇ સંકલ્પ નહી. આ વર્ષે ફક્ત એક ઇચ્છા છે. ઓછુ પોલ્યુશન ટ્રાફિક. આશા રાખુ છું કે ભવિષ્યમાં કેન્સર ફક્ત એક રાશિ (કર્ક)નું ચિહ્ન બનીને રહી જાય. કોઇ નફરત નહી…ફક્ત પ્રેમ, સૌનો સાથ, ખુશીઓ અને સૌથી મહત્વપૂર્ણ સારુ સ્વાસ્થ્ય રહે.
નીતૂ કપૂરે લખેલી આ લાઇન્સમાં જે વાક્યએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યુ છે તે ‘ આશા રાખુ છું કે ભવિષ્યમાં કેન્સર ફક્ત એક રાશિ (કર્ક)નું ચિહ્ન બનીને રહી જાય’ છે. શક્ય છે કે આ બિમારીના ઇલાજ બાદ તેઓ રિકવરીના ફેઝમાં હોય. ઋષિના ફેન્સ પણ તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યાં છે.
ન્યૂ યરની આ તસવીર ઋષિ કપૂરની દિકરી રિદ્ધીમાએ પણ શેર કરી હચી. આ તસવીરોમાં તેઓ ખૂબ જ વીક લાગી રહ્યાં છે. જો કે આ તસવીરોમાં તેઓ અચાનકથી જ વૃદ્ધ લાગી રહ્યાં છે પરંતુ તેમની સ્માઇલ હજુ પણ એટલી જ શાનદાર છે.
જણાવી દઇએ કે ઋષિ કપૂર પોતાની બીમારીનો ખુલાસો કર્યા વગર અચાનક જ અમેરિકા ઇલાજ માટે ગયા હતાં. આવામાં 1 ઑક્ટોબરનાં તેમની મા કૃષ્ણાનું નિધન થયું હતુ. ઋષિ કપૂર તેમની માતાને અંતિમવાર જોઇ પણ ના શક્યા. તે સમયે ઋષિ કપૂર સાથે તેમની પત્ની નીતૂ સિંહ અને દીકરો રણબીર કપૂર અમેરિકામાં હતાં. જેઅો પણ કૃષ્ણા કપૂરના અંતિમ સંસ્કારમાં આવી શક્યા ન હતા. આ બાબતે ઘણી અટકળો ચાલી હતી કે કપૂર પરિવાર કેમ હાજર ન રહ્યો. તેમાંથી એક અટકળ એવી પણ હતી કે ઋષિ કપૂરને ત્રીજા સ્ટેજનું કેન્સર છે.
Read Also
- ખાસ વાંચો/ જો ફ્રીમાં ન મળી કોરોનાની રસી, તો જાણો પ્રાઇવેટમાં કેટલી હશે 1 ડોઝની કિંમત
- ચિંતાજનક / કોરોના વાઇરસના‘સ્વદેશી વેરિઅન્ટ’એ વધારી ચિંતા, આ રાજ્યમાં સૌથી વધુ અસર
- BREAKING: કેન્દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ કોરોના પોઝિટીવ, હોમ આઈસોલેશનમાં ગયા
- આ 5 વસ્તુઓ ઘરમાં રાખવાથી ક્યારેય પૈસા ની કમી થતી નથી
- હેલ્થ /ઉનાળામાં ગરમીથી બચવા પીવો આ ખાસ ચા, મહિલાઓ માટે છે વધુ ફાયદાકારક
