GSTV
Home » News » બોલિવુડમાં આ અભિનેત્રીનું કોઈ ભાવ નહોતું પૂછતું, આજે તેને હોલિવુડની ફિલ્મ મળી ગઈ

બોલિવુડમાં આ અભિનેત્રીનું કોઈ ભાવ નહોતું પૂછતું, આજે તેને હોલિવુડની ફિલ્મ મળી ગઈ

neetu chandra hollywood

બોલિવુડમાં ફ્લોપ નિવડેલી અભિનેત્રી નીતૂ ચંદ્રા હવે હોલિવુડમાં પોતાની કરિયર સ્ટાર્ટ કરવા જઈ રહી છે. હોલિવુડની શોર્ટ ફિલ્મ ધ વ્રસ્ટ ડેથી તે પોતાનું ડેબ્યુ કરશે. આ કોમેડી ફિલ્મનું લેખન અને ડાયરેક્શન બુલ્ગારિયાના ફિલ્મમેકર સ્ટાનિસ્લાવા આઈવીએ કર્યું છે.

પોતાના કેરેક્ટર વિશે નીતુએ જણાવ્યું કે, મારા માટે 2019ની શરૂઆત અદભૂત છે. આ પ્રોજેક્ટ સાથે જોડાઈને હું ઘણી એક્સાઈટેડ છું. મને આ અનુભવથી ઘણું જ શીખવા મળશે. નીતુએ ફિલ્મમાં પોતાના કેરેક્ટરની વાત કરતા કહ્યું કે આ મારો પહેલો નેગેટિવ રોલ છે. જેમાં જંગલી, દિલચશ્પ એવી વિલનના રોલમાં છું.

જો કે આ પહેલા નીતુ જેકી શ્રોફની સાથે ફિલ્મ ધ પ્લેબોય મિસ્ટર સાહનીથી ડિઝિટલ પ્લેટફોર્મ પર પોતાનું ડેબ્યુ કરી ચૂકી છે. નીતુએ ડિઝીટલ દુનિયામાં પોતાના ડેબ્યુને લઈને કહ્યું છે કે, આવનારા સમયમાં આ પ્લેટફોર્મ બોલિવુડની ફુલ ફ્લેજ્ડ ફિલ્મોથી મોટો થઈ જશે. જણાવી દઈએ કે તારીકા સિદ્દીકી દ્રારા ડાયરેક્ટ કરવામાં આવેલી ફિલ્મ ધ પ્લેબોય મિસ્ટર સાહનીમાં નીતૂએ એક લેખિકાનો કિરદાર પ્લે કર્યો હતો.

નીતુ સોશિયલ મીડિયા પર કાફી એક્ટિવ રહે છે. જ્યાં તેણે પોતાના ફેન્સ સાથે હોલિવુડ ડેબ્યુ કરી રહી હોવાની વાતની પુષ્ટિ કરી હતી. નીતુ સોશિયલ મીડિયા પર પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી તમામ અપડેટ શેર કરતી રહે છે.

READ ALSO

Related posts

પાકમાં પરાણે અતિથી બનીને આવતી જીવાતોનું નિરાકરણ કેવી રીતે લાવવું ?

Mayur

ફુલોની ફુલગુલાબી ખેતી કરી કચ્છના ખેડૂતે કેવી રીતે મેળવી સફળતાની સોડમ

Mayur

‘મર્દાની’ અને ‘એક હસીના થી’ જેવી હિટ ફિલ્મોના એડિટર સંજીબે દુનિયાને કહ્યું અલવિદા

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!