GSTV

NEETમાં મોખરે આવ્યો શોએબ, પરિવારમાં પહેલો ડોક્ટર બનશે, આ રીતે આવ્યા 720માંથી 720

Last Updated on October 17, 2020 by Mansi Patel

ઓડિશાના રાઉરકેલાના રહેવાસી શોએબ આફતાબે પહેલા જ પ્રયાસમાં NEETની પરીક્ષામાં 720માંથી 720 માર્ક લાવીને ઇતિહાસ રચી દીધો છે. તે પોતાના પરિવારમાં પહેલો ડોકટર બની રહ્યો છે. તેના પિતા શેખ મોહમ્મદ અબ્બાસ બિઝનેસ કરે છે તો માતા સુલતાના રિઝવા ગૃહીણી છે. શોએબે પોતાની સફળતા માટે માતાની ભૂમિકાને વિશેષ ગણાવી હતી. તેના માટે તે પોતાનું શહેર છોડીને બીજા શહેરમાં આવી હતી.

ડોક્ટર બનવાનું છે સ્વપ્ન

2002ની 23મી મેએ જન્મેલા શોએબે કોટા ખાતે એલન કરિયર ઇન્સ્ટીટ્યૂટ ખાતેથી તાલીમ લીધી હતી. તેણે નીટ પરીક્ષામાં 720 માર્ક હાંસલ કર્યા હતા. શોએબે જણાવ્યું હતું કે ડૉક્ટર બનવાનું તેનું સ્વપ્ન હતું. હવે તે સાકાર થવા જઈ રહ્યું છે. 2018માં તે કોટા આવ્યો હતો. અહીં તેને ખૂબ જ સ્પર્ધાનો સામનો કરવાનો આવ્યો હતો. મેં મારું બેસ્ટ આપવાનો પ્રયાસ કર્યો. કોટામાં તે તેની બહેન અને માતા સાથે રહેવા આવ્યો હતો અને પીજીમાં રહેતો હતો.

કેવીપીવાઇમાં ભારતમાં 37મી રેન્કે હતી

આ વર્ષે જ તેણે ધોરણ-12માં 95.8 ટકા હાંસલ કર્યા હતા. કેવીપીવાઇમાં ભારતમાં 37મી રેન્ક હતી તો ધોરણ-10માં 96.8 ટકા આવ્યા હતા. એલનન શિક્ષકોના માર્ગદર્શનને કારણે જ મને આ સફળતા મળી હતી તેમ શોએબે જણાવ્યું હતું. આ ઉપરાંત લોકડાઉનનો પણ મને લાભ મળ્યો કેમ કે આ દરમિયાન મેં મારી મહેનત જારી રાખી હતી અને મારી ખામીઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.
તેણે જણાવ્યું હતું કે કોચિંગ દરમિયાન ક્લાસમાંથી અપાયેલું હોમ વર્ક બરાબર કરતો હતો અને ત્રણેય વિષયોમાં પર્યાપ્ત ધ્યાન આપતો હતો.

Related posts

રાજીનામા બાદ કેપ્ટનનું મોટું નિવેદન : નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાનના પીએમ ઇમરાન અને આર્મી ચીફ બાજવાના મિત્ર, તે દેશની સુરક્ષા માટે નથી ઠીક

Vishvesh Dave

શરમજનક ઘટના / વેક્સિનેશન માટે કરાયું પરિવાર પર દબાણ, રસી લેવાની ના પાડતા કાપી નાખ્યા વીજળી-પાણીના કનેક્શન

Zainul Ansari

મુંબઈના 87% લોકોમાં કોરોના એન્ટિબોડીઝ બની : 85% પુરુષો અને 88% સ્ત્રીઓમાં રોગપ્રતિકારક શક્તિ વિકસી, પાંચમા સેરો સર્વેએ તોડ્યા અગાઉના તમામ રેકોર્ડ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!