GSTV
Gujarat Government Advertisement

BIG News / NEET-PGની પરીક્ષા 4 મહિના માટે મોકૂફ કરાશે, વધતા કોરોના સંકટ વચ્ચે લેવાયો મોટો નિર્ણય

Last Updated on May 3, 2021 by Bansari

COVID-19 કેસોમાં સતત વધારો થવાને કારણે National Eligibility cum Entrance Test (NEET)ની પરીક્ષા 2021 ઓછામાં ઓછી 4 મહિના માટે મોકૂફ કરાશે. આ નિર્ણયની રવિવારે પીએમ મોદીની સમીક્ષા બેઠક બાદ જાહેરાત કરવામાં આવી હતી. તેમણે પ્રવર્તિત કોવિડ પરિસ્થિતિને અસરકારક રીતે સંચાલિત કરવા માટે માનવ સંસાધનોમાં વધારો કરવાના વિવિધ પગલાંની સમીક્ષા કરી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના રોગચાળાના સંકટ અને તબીબી કર્મચારીઓની સંખ્યા વધારવા માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. વડા પ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, NEET-PG પરીક્ષા ઓછામાં ઓછા 4 મહિના માટે મુલતવી રાખવામાં આવશે.

આ સાથે જ મેડિકલ કર્મચારીઓ જેમણે કોવિડ-19 ડ્યુટીના 100 દિવસ પૂર્ણ કર્યો છે. તો તેમને હવે આવનારી સરકારી નોકરીની ભર્તીઓમાં પણ પ્રમુખતા આપવામાં આવશે. સાથે સાથે મેડિકલ ઈન્ટર્નની ડ્યુટી પણ કોવિડ મેનેજમેન્ટમાં સિનીયર ડોક્ટરોની દેખરેખમાં લાગુ કરવામાં આવશે.

વડા પ્રધાન મોદીના નિર્ણય મુજબ, એમબીબીએસના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની સેવા હળવા કોવિડ -19 લક્ષણોવાળા દર્દીઓના મોનિટરિંગ માટે લેવામાં આવશે. બીએસસી (નર્સિંગ) / જીએનએમ પાસ નર્સોની સેવાઓ સિનિયર ડોકટરોની દેખરેખ હેઠળ ફુલ ટાઇમ-નર્સિંગ ડ્યુટી માટે લેવામાં આવશે.

તેની સાથે જ મેડિકલ કર્મચારીઓ જેમને કોરોના ડ્યૂટી માટે 100 દિવસ પૂરા કરી લીધા છે, તેમને આવનારી સરકારી નોકરીઓની ભરતીમાં પ્રમુખતા આપવામાં આવશે. તેની સાથે જ મેડિકલ ઇન્ટરન્સની ડ્યૂટી પણ કોવિડ મેનેજમેન્ટમાં સીનિયર ડોક્ટર્સની જેમ લગાવવામાં આવશે.

કોરોના

આ ઉપરાંત 100 દિવસ કોરોના ડ્યૂટી પૂર્ણ કરનારા કર્મચારીઓને વડાપ્રધાન કોવિડ રાષ્ટ્રીય સેવા સન્માન Prime Minister’s Distinguished Covid National Service Samman) અપાશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!