NEET PG 2021 પરીક્ષા માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા આજથી શરુ થઇ ગઈ છે. પોસ્ટ ગ્રેજ્યુએશન માટે થનારાય રાષ્ટ્રીય પાત્રતા સહ પ્રવેશ પ્રક્રિયા (National Eligibility cum Entrance Test) માટે આજે બપોરે 3 વાગ્યાથી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરુ થઇ રહી છે. NEET PG 2021 માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 15 માર્ચ 2021 છે. MD/ MS/પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા કોર્સમાં એડમિશન લેવા માંગતા ઉમેદવાર NBEની ઓફિશિયલ વેબસાઈટ nbe.edu.in પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકો છો.
18 એપ્રિલે યોજાશે પરીક્ષા

NEET PG 2021ની પરીક્ષા 18 એપ્રિલના રોજ આયોજિત કરવામાં આવશે. આ પરીક્ષા કોમ્યુટર બેસ્ડ હશે. આ પરીક્ષા કોમ્યુટર બેસ્ડ હશે. આ પરીક્ષાનું રિઝલ્ટ 3મે સુધી ઘોષિત કરવામાં આવશે. NEET PG 2021ની પરીક્ષા માટે વિદ્યાર્થી એપ્લિકેશન કરી શકે છે જેની પાસે MBBSની ડિગ્રી અથવા મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની માન્યતા પ્રાપ્ત પ્રોવિઝનલ MBBS પાસ સર્ટિફિકેટ છે. ઉમેદવારોનું 30 જૂન 2021 પહેલા ઇન્ટર્નશિપ અનિવાર્ય છે.
NEET PG 2021 Registrationની પ્રક્રિયા

- સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ nbe.edu.in પર જાઓ
- ત્યાર પછી વેબસાઈટ પર આપવામાં આવેલ રજીસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો
- રજીસ્ટ્રેશન કરી લોગ ઈન જનરેટ કરો
- હવે તમારું એપ્લીકેશન ફોર્મ ભરો
- ફોટો અને સાઈન અપલોડ કરો
- રજીસ્ટ્રેશન ફી સબમિટ કરો
- એપ્લિકેશનની તમામ પ્રક્રિયા પુરી કરી એની પ્રિન્ટ લઇ લેવો.
Read Also
- યુવાનો આનંદો/ ગુજરાતમાં 20 લાખ બેરોજગારોને મળશે નોકરી, બજેટમાં રૂપાણી સરકારે કરી આ મોટી જાહેરાત
- કોરોના કાળમાં સરકારનું ફોકસ આરોગ્ય પર વધુ, બજેટમાં ફાળવ્યા 11 હજાર કરોડ
- “સશક્ત મહિલા સુપોષિત ગુજરાત”, નીતિનભાઈએ ગુજરાતની મહિલાઓનો પણ બજેટમાં રાખ્યો ખાસ ખ્યાલ, 361 કરોડ વધારે ફાળવ્યા
- કર્ણાટકમાં ‘જારકી’ ફસાયા સીડી કાંડમાં, વીડિયોમાં મંત્રી મહિલા સાથે મળ્યા જોવા : વિપક્ષ આક્રમક મૂડમાં
- ગુજરાત બજેટ 2021-22/ પાણી પુરવઠા વિભાગ માટે નાણામંત્રીએ શું કરી જાહેરાત, જાણો…