GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

NEET-JEE પરીક્ષાઓની તારીખને લઈને મહત્વના સમાચાર, Exam સ્થગિત કરવી કે નહીં? લેવાઈ શકે છે આ નિર્ણય

પરીક્ષા

એચઆરડી મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે જણાવ્યું છે કે NEET-JEE ની પરિક્ષાઓની સ્થિતિની સમીક્ષા એનટીએની કમિટી કરશે. એનટીએ દ્વારા પહેલા જ તેને લઈને આદેશ કરવામાં આવી ચુક્યા છે. કમિટી કાલ સુધી મંત્રાલયને પોતાની ભલામણ કરશે. એચઆરડી મંત્રીએ પોતાનો એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે.

કાલ સુધીમાં લેવાશે આ નિર્ણય

તેમણે કહ્યું કે નીટ અને જેઈઈની પરીક્ષામાં બેસનાર દરેક વિદ્યાર્થીઓ અને તેમના માતા – પિતાનું સુચન છે કે હાલની પરિસ્થિતિને જોતા આ પરીક્ષાઓને સ્થગિત કરવામાં આવે. એવામાં મંત્રાલયની તરફથી પહેલા જ એનટીએની કમિટી બનાવીને તેના પર વિચાર કરવા માટે કહેવામાં આવી ચુક્યું છે. એનટીએ કમિટી બનાવીને નીટ અને જેઈઈ પરીક્ષાઓના આયોજનની સ્થિતિ પર વિચાર અને દરેક પરિસ્થિતિઓનું આંકલન કરી કાલ સુધી પોતાની ભલામણ આપવાની વાત કરી. એનટીએની ભલામણ બાદ નીટ અને જેઈઈ પરીક્ષાઓને લઈને કડક નિર્ણય લેવામાં આવી શકે છે.

પહેલા 26 જુલાઈએ પરીક્ષા લેવાની હતી

મહત્વનું છે કે કોરોના વાયરસના વધતા ખતરાને જોઈને વિદ્યાર્થીઓ અને માતા-પિતાની તરફથી નીટ અને જેઈઈ પરીક્ષાઓને સ્થગિત કરવાની માંગ કરવામાં આવી રહી છે. તેને લઈને વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર અભ્યાન પણ ચલાવ્યું છે. નીટની પરીક્ષા 26 જુલાઈએ લેવાની હતી તેમાં લગભગ 16 લાખ વિદ્યાર્થીઓ બેસસે જેમાં જેઈઈ મેન પરીક્ષા 18થી 23 જુલાઈ વચ્ચે આયોજીત કરવામાં આવવાની હતી.

Read Also

Related posts

LICની આ પોલીસીમાં રોકાણ કરી મહિને એક સાથે લઈ શકશો 4 લાખ રૂપિયાનું પેન્શન

Pravin Makwana

અમેરિકાનો માસ્ટરસ્ટ્રોક : ચીન, ઈરાન અને પાકિસ્તાનને લાગશે ઝટકો, ઈઝરાયેલ મેદાનમાં આવ્યું

Mansi Patel

અમેરિકાએ નાગરિકોને પાકિસ્તાન જવાની કરી મનાઈ : આ છે 3 મોટા કારણો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!