GSTV
Gujarat Government Advertisement

નીટનું પરિણામ/ દેશના ટોપ 50 રેન્કમાં ગુજરાતના બે વિદ્યાર્થી, રાજકોટનો માતરવાડિયા ટોપ ટેનમાં પહોંચ્યો

Last Updated on October 17, 2020 by Mansi Patel

ધો.12 સાયન્સ પછી મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટેની નીટનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં દેશના ટોપ 50 રેન્કમાં ગુજરાતના બે વિદ્યાર્થી છે. રાજકોટનો માતરવાડિયા માનિત 10મા રેન્ક સાથે ગુજરાતમા પ્રથમ છે.જ્યારે અમદાવાદનો અંજિક્યા દિપક નાઈક 42માં ક્રમ સાથે ગુજરાતમાં બીજો આવ્યો છે.

અમદાવાદનો વિદ્યાર્થી ગુજરાતમાં ત્રીજા ક્રમે હોવાનો અંદાજ

અમદાવાદના જ કર્મા જે પટેલ નામના વિદ્યાર્થીએ 83મો રેન્ક મેળવ્યો છે અને ગુજરાતમાં ત્રીજા નંબરે હોવાનો અંદાજ છે.આ વર્ષે ગુજરાતનું પરિણામ વધ્યુ છે.ગુજરાતમાં ગત વર્ષથી 1221 વિદ્યાર્થી પાસ થતા કુલ 36398 વિદ્યાર્થી ક્વોલિફાઈ થયા છે અને ગુજરાતનુ આવોરઓલ પરિણામ 56.18 ટકા રહ્યુ છે.

કોરોનાના પગલે ચાર મહિના મોડી લેવાઈ પરીક્ષા

કોરોનાને પગલે આ વર્ષે ચાર મહિના મોડી નીટ લેવાઈ છે. ઉપરાંત બે વાર લેવાઈ છે. પ્રથમવાર 13મી સપ્ટેમ્બરે દેશભરમાં પરીક્ષા લેવાઈ હતી પરંતુ જેમાં કોરોનાને લીધે કેટલાક વિદ્યાર્થી પરીક્ષા ન આપી શકતા 14મી ઓક્ટોબરે કેટલાક વિદ્યાર્થીએ ફરીથી લેવાઈ હતી. 1597435 વિદ્યાર્થી સાથે આ વર્ષે વિદ્યાર્થી ગત વર્ષથી વધુ નોંધાયા હતા પરંતુ કોરોનાને લીધે ગુજરાત સહિત દેશભરમાંથી 2,30,490 વિદ્યાર્થીએ પરીક્ષા આપી નથી.ગુજરાતમાંથી 15 હજારથી વધુએ પરીક્ષા આપી ન હતી.

ગુજરાતમાં આ વર્ષે 79228 વિદ્યાર્થીઓ નોંધાયા હતા

ગુજરાતમાં આ વર્ષે 79228 વિદ્યાર્થી નોંધાયા હતા અને જેમાંથી 64791 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી.જેમાંથી 36398 વિદ્યાર્થી પાસ થયા છે. ગત વર્ષે 35177 વિદ્યાર્થી પાસ થતા 46.35 ટકા પરિણામ રહયુ હતુ.જે આ વર્ષે 56.18 ટકા રહ્યુ છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા દેશના ટોપ 50 રેન્ક જાહેર કરાયા છે.

દેશમાં ટોપ ટેનમાં ગુજરાતના આ બે વિદ્યાર્થીઓને મળ્યું સ્થાન

જેમાં ગુજરાતના બે વિદ્યાર્થી આવ્યા છે. રાજકોટનો માતરવાડીયા માનિત 720માંથી 710 માર્કસ સાથે દેશના 10માં ક્રમે આવ્યો છે.જ્યારે અમદાવાદનો અજિંક્યા દિપક નાઈક 705 માર્કસ સાથે દેશમાં 42માં ક્રમે આવ્યો છે.દેશના ટોપ 500મા આ વર્ષે ગુજરાતના 10થી વધુ વિદ્યાર્થી આવ્યા છે. જ્યારે હાયર મેરિટ રેન્કમાં 500થી વધુ વિદ્યાર્થીઓ છે કે જેઓને સારી સરકારી કોલેજોમાં પ્રવેશ મળી શકે. દેશના ઓવરઓલ પરિણામની વાત કરીએ તો 1366945 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી અને જેમાંથી 771500 વિદ્યાર્થી પાસ થયા છે.જેમાં 343556 છોકરાઓ અને 427943 છોકરીઓ છે.

ગત વર્ષની જેમ આ વર્ષે પણ છોકરીઓનો દબદબો

ગત વર્ષની જેમ આ વર્ષે પણ છોકરીઓ વધુ પાસ થઈ છે. ગત વર્ષે ટ્રાન્સજેન્ડર કેટેગરીમાં 3 અને આ વર્ષે એક ઉમેદવાર પાસ થયો છે.જે સાથે ઓવરઓલ પરિણામ દેશનું 56.44 ટકા રહ્યુ છે. ગત વર્ષે 1410755 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી અને જેમાંથી 797012 વિદ્યાર્થી પાસ થયા હતા. આમ ગત વર્ષથી પરીક્ષા આપનારા વિદ્યાર્થી ઘટયા છે અને પરિણામ પણ ઓવરઓલ ઘટયુ છે.ગુજરાત સહિત દેશમાં એવરેજ વિદ્યાર્થીઓનું પરિણામ સુધર્યુ છે.ઉપરાંત હાઈએસ્ટ રેન્કિંગ પણ વધ્યુ છે.ગત વર્ષે દેશમાં પ્રથમ રેન્ક આવનારને 701 માર્કસ હતા જે આ વર્ષે પુરા 720 માર્કસ છે.ઓવરઓલ રેન્કિંગ વધતા કટ ઓફ સ્કોર પણ ઊંચો રહ્યો છે.

આટલી ભાષામાં લેવાઈ છે પરીક્ષા

નીટ 11માં ભાષા લેવાઈ છે ત્યારે સૌથી વધુ 1467672 વિદ્યાર્થી અંગ્રેજીમાં નોંધાયા હતા અને ગુજરાતી ભાષામાં 59055 વિદ્યાથી નોંધાયા હતા.મહત્વનું છે કે આ વર્ષે પ્રથમવાર એઈમ્સ, જીપમેર સહિતની દેશની તમામ મેડિકલ કોલેજો-સંસ્થાઓમાં પ્રવેશ માટે એક માત્ર નીટ જ પરીક્ષા છે.વન નેશન વન એક્ઝામ અંતર્ગત માત્ર નીટના આધારે જ દેશની તમામ મેડિકલ કોલેજો તેમજ એઈમ્સ અને જિપમેરમાં પ્રવેશ થશે.

આ વર્ષે નીટમાં કટ ઓફ સ્કોર ઊંચો ગયો

નીટમાં આ વર્ષે કટઓફ સ્કોર ઘણો ઊંચો ગયો છે.50 પર્સેન્ટાઈલ મુજબ ઓપન કેટેગરીમાં 720થી 147 કટ ઓફ સ્કોર છે અને જેમાં 682456 વિદ્યાર્થી પાસ થયા છે .ગત વર્ષે 134 કટ ઓફ સ્કોર હતો જેમાં 704335 વિદ્યાર્થી ક્વોલિફાઈ થયા હતા. આ વર્ષે 40 પર્સેન્ટાઈલમાં ઓબીસી કેટેગરીમાં 146થી113 કટઓફ છે.જેમાં 61265 વિદ્યાર્થી છે.એસસી અને એસટી કેટેગરીમાં 146થી113 કટઓફ સ્કોર છે અને જેમાં અનુક્રમે 19572 અને 783 વિદ્યાર્થી ક્વોલિફાઈ થયા છે.ઓવરઓલ કુલ પાસ થયેલા 771500 વિદ્યાર્થીઓમાં ઓપન કેટેગરીમાં 221952 ,ઓબીસીમાં 359447, એસસીમાં 98809, એસટીમાં 33848 અને ઈડબલ્યુએસમાં 57444 વિદ્યાર્થી છે.

પરિણામની જાહેરાતમાં છબરડા, સાઈટ ક્રેશ થતા વિદ્યાર્થીઓ હેરાન

કેન્દ્રિય શિક્ષણમંત્રી દ્વારા આજે સવારે જ એનટીએ દ્વારા નીટના પરિણામની જાહેરાત કરી દેવાઈ હતી.આજે પરિણામ જાહેર થનારૂ હોઈ વિદ્યાર્થી-વાલીઓ સવારથી રાહ જોઈને બેઠા હતા ત્યારે બપોરે 4 વાગ્યા બાદ એનટીએની નીટની વેબસાઈટ પર પરિણામ જાહેર કરાયાના સમાચાર વહેતા થયા હતા અને લાખો વિદ્યાર્થી-વાલી વેબસાઈટ પર પરિણામ ચેક કરતા વેબસાઈટ ક્રેશ થઈ ગઈ હતી.થોડા કલાકો બાદ ફરીથી પરિણામ વિધિવત રીતે જાહેર કરાયુ અને સ્કોરકાર્ડ લિંક ઓપન કરાઈ હતી.પરંતુ દરમિયાન ઘણા વિદ્યાર્થીએ પરિણામ જોઈ લીધુ હતુ અને વેબસાઈટ પર પરિણામ થોડી વાર જાહેર કરાશે તેવી સૂચના અપાઈ હતી.

Gujarat Government Advertisement

Related posts

હદ કરી: અચાનક કપડા ઉતારીને જાહેર સ્થળે લાગેલા ફૂંવારામાં ન્હાવી લાગી યુવતી, પોલીસે ખૂબ સમજાવી તો પણ ન માની

Pravin Makwana

જાણવા જેવું/ 22 કેરેટ સોનાના ઘરેણાના ભાવ કેવી રીતે થાય છે નક્કી, જાણો મેકિંગ ચાર્જથી કેટલી વધી જાય છે કિંમત

Bansari

કોરોનાની ત્રીજી લહેરને લઇ તંત્ર એલર્ટ / અમદાવાદમાં બાળકોનો કરાયો સર્વે, હાઈ રિસ્કવાળા બાળકોનો ચોંકાવનારો આંક

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!