GSTV
Home » News » આરોગ્ય મંત્રાલયના વિરોધના કારણે નીટ મામલે થયો સૌથી મોટો ખુલાસો

આરોગ્ય મંત્રાલયના વિરોધના કારણે નીટ મામલે થયો સૌથી મોટો ખુલાસો

2019થી નીટ વર્ષમાં બે વખત અને ઓનલાઇન લેવાના નિર્ણયને પરત ખેંચી લેવામાં આવ્યો છે. હવે એમબીબીએસ-બીડીએસમાં પ્રવેશ માટેની નીટ ઓનલાઇન નહીં પણ અગાઉની જેમ ઓફલાઇન જ લેવામાં આવશે.સૂત્રોના જણાવ્યા અનુસાર ઓનલાઇન પરીક્ષાને કારણે ગ્રામીણ અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને વધુ નુકસાન થવાના ભયે આરોગ્ય મંત્રાલયે નીટ ઓનલાઇન ન લેવાની ભલામણ કરી હતી. જેના ધ્યાનમાં રાખીને માનવ સંશાધન વિકાસ મંત્રાલયે આ નિર્ણય પરત લીધો હોવાનું માનવામાં આવે છે. નીટ, 2019 રજિસ્ટ્રેશન પહેલી નવેમ્બરથી શરૂ કરવામાં આવશે અને પરીક્ષા પાંચ મેના રોજ લેવામાં આવશે. જો કે જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામ(જેઇઇ) વર્ષમાં બે વખત લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે 6 જુલાઇના રોજ પત્રકાર પરિષદ બોલાવીને માનવ સંશાધન વિકાસ મંત્રાલય પ્રકાશ જાવડેકરે જાહેરાત કરી હતી કે નવી રચાયેલ નેશનલ ટેસ્ટિંગ એજન્સી(એનટીએ) હવે રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓ નેટ, નીટ, જેઇઇનું સંચાલન કરશે. આ પરીક્ષાઓ અત્યાર સુધીમાં સીબીએસઇ દ્વારા લેવામાં આવતી હતી. જાવડેકર દ્વારા જારી કરવામાં આવેલા એક્ઝામ કેલેન્ડર મુજબ જેઇઇ(મેઇન) જાન્યુઆરી અને એપ્રિલમાં એમ બે વખત લેવામાં આવશે. વર્ષમાં બે વખત નીટ લેવાના નિર્ણયની જાહેરાતના ત્રણ જ દિવસમાં આરોગ્ય મંત્રાલયે માનવ સંશાધન વિકાસ મંત્રાલયને પત્ર લખી જણાવ્યું હતું કે અમારી સાથે ચર્ચા કર્યા વગર આ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષમાં બે વખત ઓનલાઇન નીટ લેવા સામે આરોગ્ય મંત્રાલયે આઠ સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો હતો.

 

Related posts

Kaushik Bavishi

રસ્તા પર અર્ધનગ્ન અવસ્થામાં ભાગતી રહી યુવતી, બંદૂકના દમ પર ડ્રાઇવરે કપડા ઉતરાવીને…

Bansari

airtelને 23 હજાર કરોડનું નુકશાન તેમ છતા બજારમાં મળ્યું બૂસ્ટ, આ છે કારણ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!