GSTV
Gujarat Government Advertisement

આ પરીક્ષાથી ગામડાના વિદ્યાર્થીઓને નથી થઈ રહ્યો ફાયદો : હાઈકોર્ટ

Last Updated on November 5, 2019 by Mayur

મદ્રાસ હાઈકોર્ટે NEETના સંદર્ભમાં થયેલી પીઆઈએલની સુનાવણી વખતે સરકારને સવાલ કર્યો હતો કે આ વ્યવસ્થા કાયમી ધોરણે બંધ કેમ કરવામાં આવતી નથી. કોર્ટે નિરીક્ષણ રજૂ કર્યું હતું કે NEETથી ગામડાંના વિદ્યાર્થીઓને બહુ જ ઓછો ફાયદો થાય છે અને જે વિદ્યાર્થીઓ લાખો રૂપિયા ટયુશન પાછળ ખર્ચે છે, તેને જ ફાયદો થઈ રહ્યો છે.

મદ્રાસ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે NEETની વ્યવસ્થા બંધ કેમ કરતા નથી? ક્યા કારણોથી તેને ચાલુ રાખવામાં આવે છે? NEETની પરીક્ષામાં હમશકલ બેસવાના એક કેસની સુનાવણી વખતે મદ્રાસ હાઈકોર્ટે કહ્યું હતું કે વર્તમાન કેન્દ્ર સરકાર પૂર્વવર્તી કોંગ્રેસ સરકારની બીજી ઘણી યોજનાઓને બદલી નાખે છે, તો NEETની વ્યવસ્થા કેમ બદલતી નથી?

કોર્ટે નિરીક્ષણ રજૂ કરતા કહ્યું હતું કે ખાનગી કોચિંગ લીધા વગર NEETની પરીક્ષા પાસ કરવી લગભગ અશક્ય છે. જે વિદ્યાર્થીઓ લાખો રૂપિયા કોચિંગ પાછળ ખર્ચી શકે છે એ જ NEETનો ફાયદો મેળવી શકે છે. એ જ વિદ્યાર્થીઓ પાસ થાય છે જે માતબર ખર્ચ કરે છે. ગામડાંના વિદ્યાર્થીઓને તેનો ફાયદો મળતો નથી.

કોર્ટે પૂછ્યું હતું કે ગરીબ વિદ્યાર્થીઓ મેડિકલ કોલેજમાં પ્રવેશ કેવી રીતે મેળવી શકે? કોર્ટે નિરીક્ષણ કરતા કહ્યું હતું કે ખાનગી કોલેજોની આિર્થક દોડ રોકવા માટે NEETની વ્યવસૃથા કરવામાં આવી હતી. ત્યારે એની અસરકારતા માપવાની બાકી હતી, પણ હવે એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે NEETની પરીક્ષા પાસ કરવામાં પણ આિર્થક સ્પર્ધા જ ભળી ગઈ છે, ત્યારે સરકાર તેમાં ફેરવિચારણા કેમ કરતી નથી?

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!