GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

આ ખેલાડી ટોક્યો ઓલમ્પિકની ટીકિટ મેળવી મેદાન પર ફર્યો પરત, શું ભારતને મળશે ગોલ્ડ મેડલ?

ઈજાગ્રસ્ત હોવાથી લાંબા સમયથી મેદાનથી દૂર રહેલા ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપડાએ શાનદાર એન્ટ્રી કરી છે. ઓલમ્પિકમાં ભારતની સૌથી મોટી મેડલ મેળવાની આશા માનવામાં આવી રહેલા, નીરજે સાઉથ આફ્રિકાના એથલેટિક્સ સેન્ટ્રલ નોર્થ ઈસ્ટ ઈવેન્ટમાં 87.86 મીટરનો થ્રો કરીને ઓલમ્પિકની ટીકિક મેળવી લીધી છે. ઉલ્લેખનીય છે કે, ઈજામાંથી સાજા થયા બાદ તેમની આ પ્રથમ ઈવેન્ટ છે, જેમાં તેમણે ઓલમ્પિકની ટીકિટ મેળવી છે. ઓલમ્પિકમ માટે ક્વોલિફિકેશન માર્ક 85 મીટર છે.

જો કે, ઓલિમ્પિક ક્વોલિફિકેશનની યોગ્યતા માટે તેમના પ્રદર્શનની ગણતરી કરવામાં આવશે, પરંતુ આ વાત પર હજુ વાત ચાલી રહી છે, પરંતુ ભારતીય એથલેટિક્સ ફેડરેશનનું કહેવું છે કે, તેમણે સાઉથ આફ્રીકી ફેડરેશન પાસેથી પુષ્ટી કરી લીધી છે કે, આ માન્યતા પ્રાપ્ત આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ હોવાથી નીરજના થ્રોની ગણતરી કરવી જોઈએ. આ ઈવેન્ટમાં ભાગ લેનાર બાકી ભારતીયોમાં રોહિત યાદવ 77.61 મીટરના થ્રો સાથે બીજા નંબર પર છે. જ્યારે ઈવેન્ટમાં ભાગ લેનાર ફ્રાન્સના ત્રીજા ખેલાડી 70 મીટરને માર્કને પણ વિંધવામાં અસફળ રહ્યા હતા.

એશિયન ગેમ્સ બાદ ઉતરશે મેદાનમાં

છેલ્લી વખત નીરજ ઈન્ટરનેશનલ ઈવેન્ટમાં 2018માં રમવામાં આવેલ એશિયન ગેમ્સમાં મેદાન પર ઉતર્યા હતા. જે ઓગષ્ટમાં રમવામાં આવી હતી. આ પ્રતિયોગિતામાં નીરજે 88.06 મીટરનો થ્રો કરીને નેશનલ રેકોર્ડની સાથે ગોલ્ડ મેડલ પણ જીત્યો હતો, પરંતુ ત્યારબાદ તેમને તરત જ ઈજા થતા તેઓ મેદાનથી દૂર થઈ ગયા હતા. હાથની કોણીમાં ઈજા થવાના કારણે છેલ્લા વર્ષે નીરજને ઘણી ઈવેન્ટમાંથી પાછળ હટવા માટે મજબૂર થવું પડ્યું હતું.

મેદાન પર પરત ફરીને સારું અનુભવી રહ્યા છે નીરજ

પરત ફર્યા બાદ મળેવી પ્રથમ જીતથી ખુશ થયેલા નીરજે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, એક વખત ફરીથી પ્રતિયોગિતા મૂડમાં પરત ફરીને તેમને જોરદાર અનુભવ થઈ રહ્યો છે. નીરજ માટે વર્ષ 2018 શાનદાર રહ્યું હતું. કારણ કે, તેમણે કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. છેલ્લા વર્ષે 2019માં નીરજે 2 ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માગતા હતા, પરંતુ ફેડરેશનના કહ્યા બાદ તેમણે પોતાનું નામ પરત ખેંચી લીધું હતું.

READ ALSO

Related posts

મોંઘવારીનો મારઃ શાકમાં ટામેટાએ છીનવ્યો સ્વાદ, ભાવ થયો 90ને પાર

Mansi Patel

TDS ને TCS ના સ્ટેટમેંટ જાહેર કરવાની સમયમર્યાદામાં થયો વધારે, હવે આ છે નવી ડેડલાઈન

Ankita Trada

અમદાવાદ : કઈ હોસ્પિટલમાં બેડ ખાલી છે તેની માહિતી હવે ઘરે બેઠા જ મળશે, બે દિવસમાં 60 હજાર લોકોએ મેળવી જાણકારી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!