GSTV
Others Sports Trending

Lausanne League/ નિરજ ચોપરાએ રચ્યો ઇતિહાસ, બન્યા ડાયમંડ લીગ જીતવા વાળા પહેલા ભારતીય

ભારતના સ્ટાર જૈવલિન થ્રોઅર નિરજ ચોપડાએ લુસાને ડાયમંડ લીગ જીતીને ઈતિહાસ રચી દીધો છે. તેઓ આ એવોર્ડ જીતનારા પહેલા ભારતીય બન્યા છે. નીરજ ચોપડાએ 89.08 મીટરનો બેસ્ટ થ્રો સાથે લુસાને ડાયમંડ લીગનું ટાઈટલ જીતી લીધુ છે. આ જીત સાથે જ નિરજ ચોપડાએ સાત અને આઠ સપ્ટેમ્બરે જ્યુરિખમાં આયોજિત ડાયમંડ લીગના ફાઈનલમાં સ્થાન મેળવી લીધુ છે. આ ઉપરાંત હંગરીના બુડાપોસ્ટમાં થનારા વિશ્લ ચૈમ્પિયન શિપ 2023 માટે પણ ક્વોલિફાય કર્યુ છે.89.08 મીટર નીરજ ચોપડાના કરિયરનો ત્રીજો સર્વશ્રેષ્ઠ પ્રયાસ છે. આ અગાઉ તેઓએ સ્ટોકહોમ ડાયમંડ લીગમાં 89.94 મીટરનો થ્રો કર્યો હતો. જે તેમનો બેસ્ટ થ્રો હતો. પાણીપતના નિરજ ડાયમંડ લીગનો પુરસ્કાર જીતનારા પહેલા ભારતીય બન્યા છે.

ટોક્યો ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા જેકબ વાડલેચ લૌઝેનમાં સ્પર્ધા કરી રહ્યો છે અને ચેક એથ્લેટ 20 પોઈન્ટ સાથે ટેબલમાં ટોચ પર છે. તેના પછી જર્મનીના જુલિયન વેબર (19 પોઈન્ટ) અને ગ્રેનાડાના વર્લ્ડ ચેમ્પિયન એન્ડરસન પીટર્સ (16 પોઈન્ટ) છે. વેબર લૌઝેનમાં ભાગ નહીં લે અને પીટર્સ પણ ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. ત્રિનિદાદ અને ટોબેગોના કેશોર્ન વોલકોટ પણ દોડમાં છે.

ચોપરા પહેલા, ડિસ્કસ થ્રોઅર વિકાસ ગૌડા ડાયમંડ લીગ મીટમાં ટોચના ત્રણમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય છે. ગૌડાએ 2012 ન્યુયોર્ક અને 2014 દોહામાં બે વખત બીજા સ્થાને, ઉપરાંત(2015માં શાંઘાઈ અને યુજેનમાં) ત્રીજા સ્થાન પર રહ્યા હતા.

ચોપરાએ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સની શરૂઆતના બે દિવસ પહેલા જ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો કારણ કે તેમને ચાર અઠવાડિયાના આરામની સલાહ આપવામાં આવી હતી. ચોપરાએ સોમવારે ટ્વિટ કર્યું હતું કે, “શુક્રવાર માટે સારું અને તૈયાર અનુભવું છું. સમર્થન માટે દરેકનો આભાર. લૌઝાનમાં મળીશું.

Read Also

Related posts

ભાગ્યશાળી લોકોના શરીરની આ જગ્યાઓ પર તલ હોય છે, તેઓ અચાનક બની જાય છે ધનવાન

Padma Patel

શિયાળામાં આદુનો હલવો ખાવાથી મળે છે આ 5 સ્વાસ્થ્ય લાભ, આજે જ આહારમાં કરો સામેલ

Hina Vaja

જો તમને સપનામાં હનુમાનજી દેખાય છે તો શું છે તેનો સંકેત, જાણીને ખુશ થઈ જશો

Moshin Tunvar
GSTV