GSTV
Home » News » પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસના કાર્યકર્તાઓને અપમાનિત કરતા પાંચ કાર્યકર્તાઓના ધડાધડ રાજીનામા

પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસના કાર્યકર્તાઓને અપમાનિત કરતા પાંચ કાર્યકર્તાઓના ધડાધડ રાજીનામા

ઉત્તર પ્રદેશમાં ભદોહીના કોંગ્રેસ અધ્યક્ષ નીલમ મિશ્રાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ. નીલમ મિશ્રાનો આરોપ છે કે, કોંગ્રેસના નારાજ કાર્યકર્તાઓએ પ્રિયંકા ગાંધી સાથે વાતચીત કરી ત્યારે પ્રિયંકા ગાંધીએ તેમને અપમાનિત કર્યા. અને અપશબ્દોનો ઉપયોગ કર્યો.

જેથી નારાજ થયેલા નીલમ મિશ્રા સહિત પાંચ જેટલા કોંગ્રેસના પદાધિકારીઓએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યુ. કોંગ્રેસના નેતાઓના રાજીનામા બાદ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યુ હતુ કે, પ્રેમની વાત કરનારા હવે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે.

પ્રિયંકા ગાંધીના આ પ્રકારના વર્તન બાદ કોંગ્રેસની કાર્યકર્તાઓ પ્રત્યેની માનસીકતા જાહેર થઈ છે. મહત્વપૂર્ણ છે કે, નિલમ મિશ્રાએ રાજીનામું આપતાની સાથે ગઠબંધનના ઉમેદવારને સમર્થન આપવાની જાહેરાત કરી છે.

READ ALSO

Related posts

દક્ષિણ કોરિયામાં પ્રદર્શનકારી પાકિસ્તાનીઓ સામે પડી ભાજપની શાજિયા ઈલ્મી અને પછી…

Kaushik Bavishi

BSNLએ અપડેટ કર્યો પોતાનો આ લોકપ્રિય પ્લાન, હવે મળશે 375GB ડેટા

Path Shah

સાર્વત્રિક પડી રહેલા વરસાદને પગલે શાકભાજીના ભાવો આસમાને, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!