GSTV

જમ્મુ-કાશ્મીરમાં શાંતિ જાળવવા જરૂર પડે 200-300ને જેલમાં જ રખાશે : માધવ

Last Updated on October 21, 2019 by Mayur

જમ્મુ અને કાશ્મીર કલમ 370ની નાબૂદી સાથે શાંતિ અને વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે ત્યારે અહીં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારા સામે કડક હાથે કામ લેવાશે તેવી ચેતવણી ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રામ માધવે રવિવારે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે 200-300 લોકોને જેલમાં ધકેલવાથી જમ્મુ-કાશ્મીરમાં શાંતિ જળવાતી હોય તો તેમને જેલમાં જ રખાશે. રામ માધવે નેતાઓને ચેતવણી આપતાં કહ્યું કે તમે શાંતિ ડહોળ્યા સિવાય તમારૂં રાજકારણ કરી શકો છો.કેટલાક નેતાઓ જેલની અંદરથી પણ સંદેશાઓ મોકલી રહ્યા છે કે લોકોએ બંદૂક હાથમાં લેવી જોઈએ અને તેમનું બલીદાન આપવું જોઈએ. હું તેવા નેતાઓને કહેવા માગું છું કે તેમણે પહેલાં આગળ આવવું જોઈએ અને પોતાનું બલીદાન આપવું જોઈએ.

ભાજપ નેતાએ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ સૌપ્રથમ વખત ટાગોર હોલમાં પક્ષની યુવા પાંખના કાર્યકરોના સંમેલનને સંબોધન કર્યું હતું.જમ્મુ-કાશ્મીરમાં 6ઠ્ઠી ઓગસ્ટે કલમ 370 નાબૂદ થયા બાદ આ સૌપ્રથમ વખત કોઈ રાજકીય કાર્યક્રમ યોજાયો હતો. તેમણે નેતાઓને જમ્મુ અને કાશ્મીરના લોકોને તેમના રાજકીય હેતુઓ માટેનો ચારો નહીં સમજવા જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે અત્યાર સુધી કાશ્મીરમાં બધી જ વસ્તુઓનો ઉપયોગ માત્ર કેટલાક પરિવારો માટે જ થતો હતો, પરંતુ હવે જે પણ થઈ રહ્યું છે તે જમ્મુ અને કાશ્મીરના લાખો સામાન્ય લોકો માટે થઈ રહ્યું છે.જમ્મુ અને કાશ્મીર માટે હવે માત્ર જે માર્ગ છે અને તે શાંતિ તેમજ વિકાસનો છે. આ માર્ગમાં આગળ વધતા જે પણ વ્યક્તિ અવરોધરૂપ બનશે તેની સામે કડક હાથે કામ લેવાશે. આવા લોકો માટે ભારતમાં અનેક જેલો છે.

READ ALSO

Related posts

માતમમાં ફેરવાઈ ખુશીઓની પળ! લગ્ન પ્રસંગમાં પડી આકાશી વીજળી, 16 લોકો જીવતા ભૂંજાયા: અનેક ઘાયલ

pratik shah

Tokyo Olympics / રેસલિંગમાં ગુરુવારે મળશે ગોલ્ડ! રવિ દહિયા બતાવશે કુસ્તીના દાવ: કંઇક આવો છે ગુરુવારનો ભારતનો કાર્યક્રમ

Zainul Ansari

અમદાવાદમાં 584 કરોડના ખર્ચે નારણપુરા ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!