GSTV
Auto & Tech Trending

તમારા કામનું/ હવે Freeમાં યુઝ નહી કરી શકો Googleની આ એપ, સબ્સક્રિપ્શન માટે ચુકવવો પડશે ચાર્જ

google

Google Photos નો યુઝ સામાન્ય રીતે ફોટો બેકઅપ માટે કરવામાં આવે છે. એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સમાં આ એપ ઇનબિલ્ટ જ આપવામાં આવે છે. આ એપમાં તમે ફોટો એડિટ પણ કરી શકો છો. સાથે જ હવે Google Photosમાં ફોટો એડિટ કરવા માટે ચાર્જ આપવો પડશે. જાણવા મળી રહ્યું છે કે Google Photosમાં કેટલાંક એડિટિંગ ટૂલ્સ યુઝ કરવા માટે તમારે Google One સબ્સ્ક્રીપ્શન લેવુ પડશે.

લેવુ પડશે સબ્સ્ક્રિપ્શન

એક રિપોર્ટ અનુસાર ગૂગલ પોતાના ફોટોઝ એપ માટે કેટલાક ફિલ્ટર્સને પેડ કરવા જઇ રહ્યું છે. આ ફિલ્ટર્સને અનલૉક કરવા માટે ગૂગલ વન સબ્સ્ક્રિપ્શનની જરૂર પડશે. ગૂગલની આ રેન્જ Photos Appના વર્ઝન 5.18માં જોઇ શકાશે. સાથે જ કેટલાક યુઝર્સનું કહેવુ છે કે આ સુવિધા માટે તેમની પાસેથી સબ્સ્ક્રીપ્શન માગવામાં આવી રહ્યું છે.

નવી સર્વિસમાં મળશે શાનદાર ટૂલ્સ

google

એક યુઝરે ટ્વીટર પર પોતાની પોસ્ટમાં કહ્યું કે ફોટોઝ એપમાં રહેલા Color Pop ફિલ્ટરને અનલૉક કરવા માટે તેમની પાસે ગૂગલ વન સબ્સ્ક્રિપ્શન માગવામાં આવ્યુ. યુઝરે તેના સ્ક્રીનશૉટ પણ શેર કર્યા છે. ગૂગલે જણાવ્યાં અનુસાર જલ્દી જ આ એપ માટે પ્રીમિયમ સર્વિસ લૉન્ચ થવા જઇ રહી છે, જે બાદ યુઝર્સને શાનદાર ફોટો એડિટિંગ ટૂલ્સ મળશે.

Read Also

Related posts

કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ

Vushank Shukla

ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું

Vushank Shukla

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રવિવારે કરોલી ગામના અમૃત સરોવરનું નિરીક્ષણ કર્યું

Vushank Shukla
GSTV