GSTV
ANDAR NI VAT

ભારતમાં નકારાત્મક શક્તિઓ પર લગામ લગાવવાની જરૂરઃ નોબેલ વિજેતા અભિજીત બેનરજી

દેશભરમાં છેલ્લા થોડા દિવસોથી સાંપ્રદાયિક તનાવમાં વધારો થતો જાય છે. એ પ્રકારની ઘટનાઓ ઘટી રહી છે. ભારત એક અભૂતપૂર્વ સામાજિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. નોબેલ વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનરજીએ આ વિશે કહ્યું કે ભારતમાં નકારાત્મક શક્તિઓને ખુલ્લી છોડી દેવામાં આવી છે. તેના પર લગામ લગાવવાની જરૂર છે. ભારતમાં વધતો જતો સાંપ્રદાયિક તણાવ આર્થિક વિકાસને નુકસાન પહોંચાડી શકે છે.

પશ્ચિમી મીડિયામાં ભારતના વર્તમાન ચિત્રણ વિશે વાત કરતાં તેમણે કહ્યું ભારતની તરફેણમાં માહોલ નથી, લોકો ભારત પ્રત્યે એટલા ભાવુક નથી. તેઓ રોકાણ માટે એક સુરક્ષિત જગ્યાની શોધમાં હોય છે. પરંતુ જેવી સ્થિતિ બગડે કે તરત તેઓ પૈસા પાછા ખેંચી લે છે. એક ભારતીય તરીકે મારે સતત બચાવની સ્થિતિમાં રહેવું પડે છે, જે સારી વાત નથી.

તેમણે કહ્યું કે આપણે સામાજિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છીએ જે શક્તિઓને ખુલ્લી છોડી દેવામાં આવી છે તેમના પર લગામ લગાવવામાં આવશે નહીં તો ભારતને 100 ટકા નુકસાન પહોંચશે. આપણને એક એવી જગ્યા જોઈએ છે જે વિશ્વસનીય અને સ્થિર હોય. દુનિયા પાસે તેના કરતાં કશું વિશેષ ન હોય.

Read Also

Related posts

આરજેડી સત્તામાં આવતા લાલુની તબિયત સુધરીઃ ભાજપ વિરુદ્ધ વિપક્ષની એકતા માટે દોડાદોડી શરૂ કરી

Damini Patel

કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટેઃ સંગઠન ચૂંટણી પ્રમુખને હૉસ્પિટલ ખસેડાયા

HARSHAD PATEL

મોહન ભાગવતે સેક્યુલરિઝમના માર્ગે ચાલવાનું શરૂ કરતા ચોતરફ પ્રશંસા

Damini Patel
GSTV