GSTV
Home » News » ઈંગ્લેંડમાં સ્કોર કરવા માટે માનસીક રીતે મજબુત હોવું જરુરી: મુરલી વિજય

ઈંગ્લેંડમાં સ્કોર કરવા માટે માનસીક રીતે મજબુત હોવું જરુરી: મુરલી વિજય

ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી આઈ.પી.એલ. રમતાં મુરલિ વિજયનું ભલે આઈ.પી.એલ. માં કંઈ ખાસ પ્રદર્શન ન રહ્યુ હોય પરંતુ તે ભારતની આગામી ઈંગ્લેંડ ખાતેની ટેસ્ટ સીરિઝમાં ચાવીરુપ ભુમિકા ભજવશે. તે માને છે કે ઈંગ્લેંડ સામે રમવાં માટે માનસીક રીતે મજબુત હોવું ખુબ જરુરી છે. હાલ તેનો પ્રાથમીક ગોલ અફ્ઘાનિસ્તાન સામેની ટેસ્ટ છે. તે કહે છે કે 14 જુનથી યોજાનારી એક માત્ર ટેસ્ટ રસપ્રદ બની રહેશે. અફઘાનિસ્તાનની ટીમને જરાં પણ હળવાશથી ન લઈ શકાય. તેમ 34 વર્ષિય ઓપનર માને છે.તેણે 4 વર્ષ અગાઉ ઈંગ્લેંડ સીરિઝમાં ચવીરુપ ભુમિકા ભજવી હતી.તે આગામી ઈંગ્લેંડ અને ઓસ્ટ્રેલિયા પ્રવાસ અંગે

કહે છે કે હું તે અંગે ખુબ જ ઉત્સાહિત છુ. ઈંગ્લેંડમાં સફળ થવાં માટે તમારે ધીરજ રાખવી જોઈએ અને તમારી સ્કીલ પર ભરોસો હોવો જોઈએ. તે ન હોય તો સારા સારા અનુભવી પણ સંઘર્ષ કરતાં જોઈ શકાય છે. તમારી પાસે ખંત હોવો ખુબ જરુરી છે. જે મારી સમગ્ર કરિયર દરમીયાન જોવા મળ્યુ છે. તે હાલ તો ઈંગ્લેંડ અને ઓસ્ટ્રેલિયા ટુર અંગે કહે છે કે હું તે અંગે ખુબ જ ઉત્સાહિત છુ. મારી અંદર રનની ભુખ છે. અને મારે ત્યાં સ્કોર કરવાં છે. હું દરેક ટુર્નામેંટને મેચ બાય મેચ લઉં છુ. અને જો સમય રહે તો સથાનિક લીગ મેચ પણ રમીશ.

Related posts

અરવલ્લી જીલ્લામાં શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓના હાલ બેહાલ

Nilesh Jethva

સાબરકાંઠાના સારસ્વત ઉમાશંકર જોશીની 160મી જન્મ જયંતી, ગુજરાતી ભાષાને પોતાની કવિતાઓ થકી કરી સમૃદ્ધ

Path Shah

રાજ્યના ખેડૂતોને પડતી ખાતરની ખોટ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ આપી પ્રતિક્રીયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!