ઉનાળાનો સમય હોય અને ગરમીથી બચવું હોય તો સૌથી પહેલો વિચાર સ્વિમિંગ પુલમાં તરવાનો જ આવે. સૌ કોઈ સ્વિમિંગ પુલમાં તરવા માટે તો ગયા જ હોય છે પરંતુ આજે તમને દુનિયાનો એવો સ્વિમિંગ પુલ વિશે જાણકારી મળશે જ્યાં તરવા માટે હિંમતની જરૂર પડે છે. આ એવો સ્વિમિંગ પુલ છે જેનો સમાવેશ સૌથી ખતરનાક જગ્યાઓમાં પણ થાય છે.

આ સ્વિમિંગ પૂલ ઈટલીના દક્ષિણ ટાયરોલ પ્રાંતમાં છે. જેનું નિર્માણ હ્યૂબર્ટસ હોટલ પર થયું છે. આ સ્વિમિંગ પુલ જમીનથી 40 ફૂટ ઊંચું છે અને તેની લંબાઈ 82 ફૂટ છે. આ સ્વિમિંગ પુલ પારદર્શી કાચથી બનેલું છે. આ કાચના કારણે સ્વિમિંગ પુલ સુંદર તો દેખાય છે પરંતુ તે ખતરનાક પણ બની જાય છે. અહીં તરવા માટે તરવૈયાનું હૃદય મજબૂત હોવું જરૂરી છે.

અહીં તેમને પર્વતો વચ્ચે ઠંડી હવાનો અનુભવ થાય છે પરંતુ આ સ્વિમિંગ પુલના કાચના તળીયાના કારણે નીચે જમીન દેખાય છે જે લોકો માટે રોમાંચક અને ખતરનાક બની જાય છે. આ સ્વિમિંગ પુલ લોઢાના ચાર મજબૂત પિલર્સ પર ટકેલું છે. જોકે પુલની આસપાસની સુંદરતા લોકોનું મનમોહી લે તેવી હોય છે.
READ ALSO
- ગરમીની સિઝનમાં હોઠનો રંગ ખીલતો દેખાય તે માટે અજમાવો લિપસ્ટિકના આ લાઇટ અને સોફ્ટ શેડ્સ
- GST Council / આ મહિને યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવી શકે છે ઘણા મહત્વના નિર્ણયો
- વિવાદાસ્પદ નિવેદન આપી ચર્ચામાં આવ્યા નસીરુદ્દીન શાહ, ઈસરો ચીફ પર કાઢી ભડાસ
- આ અઠવાડિયે આ 4 આઇપીઓમાં રોકાણ કરવાની છેલ્લી તક
- પ્રેગ્નેન્સીમાં 10 કલાક કામ કરે છે Aashka Goradia, પોતાના બાળક માટે લખી સુંદર કવિતા