GSTV
Home » News » ગાંધીનગર જિલ્લામાં એક હજાર લાખ કિલો ઘાસચારાની જરૂરીયાત, મહિને 527 લાખ કિલોની જરૂર પડે છે

ગાંધીનગર જિલ્લામાં એક હજાર લાખ કિલો ઘાસચારાની જરૂરીયાત, મહિને 527 લાખ કિલોની જરૂર પડે છે

gandhinagar ghas chara

પાણીના તંગીને કારણે ઉનાળો દિવસેને દિવસે આકરો બની રહ્યો છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પીવાના પાણી માટે મનુષ્યને વલખાં મારવા પડી રહ્યા છે ત્યારે પશુઓની હાલત કફોડી બની છે જેને લઇને પાણીની સાથે સાથે ઘાસચારાના સ્ટોક અંગે પણ સરકારે ચિંતા વ્યક્ત કરી છે અને તેના અહેવાલ મંગાવ્યા છે. 

ગાંધીનગર જિલ્લામાં પુખ્તવયના ૪.૦૩ લાખ જેટલા પશુઓ છે જેમને સરેરાશ ૫૨૭ લાખ કિલો ઘાસચારાની માસિક જરૂરીયાત છે ત્યારે આગામી બે મહિનામાં જિલ્લાના પશુઓને એક હજાર  લાખ કિલો ઘાસચારાની માંગ છે. જો કે, રવિ પાકમાં ઘાસચારાનું વાવેતર થયા ઉપરાંત ઉનાળું સિઝનમાં પણ ઘાસચારાનો પાક લેવામાં આવ્યો છે. જેથી જિલ્લામાં ઘાસચારની કોઇ ઘટના સંકેત નથી. 

ઉનાળાના આકરા દિવસો ચાલી રહ્યા છે ત્યારે છેલ્લા બે વર્ષથી ચોમાસું મોળું જવાને કારણે આ વખતે અછતની સ્થિતિ ઉભી થઇ છે. જિલ્લામાં ચારમાંથી ત્રણ તાલુકા અછતગ્રસ્તની યાદીમાં આવી ગયા છે ત્યારે આ સ્થિતિમાં પાણીની સાથે પશુઓ માટે ઘાસચારાની સ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. 

સરકારે જિલ્લામાં માલઢોરની સાથે તેમની જરૂરીયાત પ્રમાણેના ઘાસચારાની વિગતો મંગાવી છે. જેને લઇને જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ દ્વારા આગામી જુન કે ઓગસ્ટ માસમાં વરસાદ પડે તે પહેલાની જરૂરીયાતો દર્શાવી છે. આ માંગણી પ્રમાણે ગાંધીનગર જિલ્લામાં ગાય-ભેંસ ઉપરાંત બકરી-ઘેંટા જેવા પશુઓ મળીને કુલ ૪.૦૩ લાખ પુખ્ત પશુઓની સંખ્યા છે. 

જેમને દર મહિને સરેરાશ ૫૨૭ લાખ કિલોગ્રામ ઘાસચારાની જરૂરીયાત હોય છે ત્યારે હવે ચોમાસા પહેલાના બે મહિના બાકી હોવાને કારણે એક હજાર કિલોગ્રામ ઘાસચારાની જરૂરીયાત આગામી બે મહિનાાં જિલ્લાના પશુઓને હોવાનું વિભાગ દ્વારા દર્શાવવામાં આવ્યું છે  તો બીજીબાજુ ગાંધીનગર જિલ્લામાં રવિપાકની સિઝનમાં તેમજ અત્યારે ઉનાળું પાકમાં પણ ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું હતું તેનો પણ સ્ટોક ખેડૂતો પાસે છે. જિલ્લામાં ૫૨૭ લાખ કિલો દર મહિને ઘાસચારાની માંગણી છે તેની સામે જિલ્લામાં તેના કરતા પણ વધારે સ્ટોક છે તેવો દાવો ખેતીવાડી તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.

ત્યારે આગામી ચોમાસુ સમય કરતા મોડું હોવાનું હવામાન ખાતાએ આગાહી કરી છે તેવી સ્થિતિમાં હવે ઓગસ્ટ માસ સુધી સ્ટોકની ચિંતા કરવાનો વખત આવી ગયો છે તેવી સ્થિતિમાં ગાંધીનગર જિલ્લામાં આગામી ત્રણ મહિના સુધી પણ જિલ્લાના પશુઓને ઘાસચારના અછત ન થાય તેટલો પર્યાપ્ત સ્ટોક છે.  

READ ALSO

Related posts

રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો, વીર સાવરકર Tweet મામલે તપાસનો આદેશ અપાતા ખળભળાટ

Riyaz Parmar

રાજકોટ: જેતપુરના DYSP ભરવાડનું ધરપકડ વોરન્ટ ઇશ્યૂ , રૂપિયા 8 લાખ ની લાંચ કેસમાં છે ફરાર

Riyaz Parmar

IND vs SA: કોહલીનો ધમાકો, સાઉથ આફ્રિકાને 7 વિકેટથી હરાવ્યું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!