રાજસ્થાનના ઉદયપુરમાં બે મુસ્લિમ ત્રાસવાદીઓએ કનૈયાલાલ સાહુ નામના યુવાનનું ગળું કાપીને હત્યા કરી એ ઘટનાએ આખા દેશમાં અરેરાટી ફેલાવી છે. એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઔવેસીએ આ ઘટના વિશે કહ્યું કે દરેક પ્રકારની હિંસાની નિંદા કરવી જોઈએ, કટ્ટરપંથને નિયંત્રિત કરવાની જરૂર છે.

તેમણે કહ્યું કે કોઈપણ કિંતુ-પરંતુ વગર આ ઘટનાની નિંદા કરવી જોઈએ. કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં લેવાનો અધિકાર કોઈને નથી. અસદુદ્દીન ઔવેસીનું આ નિવેદન કાગડો રામ બોલતો હોય એ પ્રકારનું છે, કારણ કે અત્યાર સુધી તેઓ જ પોતાના સમુદાયને ઉશ્કેરવામાં મોખરે રહ્યા છે.

એક વખત તેમણે જ કહ્યું હતું કે પંદર મિનિટ માટે દેશની પોલીસ હટાવી લો. તેમના વર્તમાન નિવેદનમાં પણ ક્ષતિ છે. કટ્ટરપંથને નિયંત્રિત શા માટે કરવો જોઈએ? કટ્ટરપંથ હોવો જ ન જોઈએ, તો પછી નિયંત્રિત કરવાની વાત નથી.
થોડા દિવસ પહેલાં નૂપુર શર્માની વાંધાજનક ટીપ્પણીથી સમગ્ર દેશમાં વિવાદ છેડાયો હતો. મુસ્લિમ સમાજમાં આક્રોશ હતો, દરમિયાન કનૈયાલાલના પુત્રએ એક વિવાદાસ્પદ પોસ્ટ ફેસબૂક પર મૂકી હતી. ત્યારબાદ કનૈયાલાલને જાનથી મારી નાખવાની ધમકી મળવા લાગી. તેની ધરપકડ થયા પછી પણ ધમકી મળવાનું બંધ થયું નહીં. આ વિશે તેણે પોલીસને માહિતગાર કરેલી અને સુરક્ષાની માગણી પણ કરેલી. પોલીસે તેમને સુરક્ષા આપી નહીં અને ગઈકાલે બે ત્રાસવાદીઓએ ગળું કાપીને તેની હત્યા કરી નાખી.
READ ALSO
- કર્ણાટકના સીએમ બોમ્મઈને મોદી-શાહ ગમે ત્યારે હટાવી શકે છે
- મિશન 2022 / ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે રાજસ્થાનના CM, સૌરાષ્ટ્ર-કચ્છ પટ્ટા પર કોંગ્રેસનું ફોકસ
- કપિલ દેવે આઇસીસીને કરી અપીલ, કહ્યું- વન ડે ઇન્ટરનેશનલ અને ટેસ્ટ ક્રિકેટને બચાવો, નહીં તો ફૂટબોલ જેવા હાલ થશે
- મિશન 2022 / ગુજરાતમાં દરેક બાળકને ફ્રી અને સારુ શિક્ષણ આપીશું, જન્મદિવસે કેજરીવાલની વધુ એક ગેરન્ટી
- ક્રિકેટ/ વોશિંગ્ટન સુંદરની જગ્યાએ ટીમ ઈન્ડિયામાં શામેલ કરાયો આ ઘાતક ખેલાડી, કેરિયરમાં પ્રથમ વખત મળ્યું સ્થાનઃ બીસીસીઆઈએ કરી જાહેરાત