GSTV
Home » News » કસરત કરતી વખતે ‘સ્પોર્ટ્સ બ્રા’ પહેરવી જરૂરી છે?

કસરત કરતી વખતે ‘સ્પોર્ટ્સ બ્રા’ પહેરવી જરૂરી છે?

ફેશનેબલ મહિલાઓના વોર્ડરોબમાં દરેક જાતના ગારમેન્ટ જોવા મળતાં હોય છે. વેસ્ટર્ન આઉટફીટથી લઈને પ્રસંગોપાત પહેરાતા પરંપરાગત પોશાક અને આકર્ષક અંડર ગારમેન્ટ સાથે જો તેમાં સ્પોર્ટસ બ્રા ન હોય તો તે વોર્ડરોબ અધૂરો ગણાય. હા, તમે જિમમાં જતા હો, ઘરમાં કસરત કરતાં હો કે માત્ર જોગિંગ કરતા હો, તમારે સ્પોર્ટસ બ્રા અચૂક પહેરવી જોઈએ. નિષ્ણાતો કહે છે કે સ્પોર્ટસ બ્રા પહેરવાથી કસરત કરતી વખતે સ્તનને સપોર્ટ મળે છે. પરંતુ સ્પોર્ટસ બ્રા લેતી વખતે ચોક્કસ બાબકતો ધ્યાનમાં રાખવી આવશ્યક છે, જેમ કે…સ્પોર્ટસ બ્રા ખરીદવા જાઓ ત્યારે તેનું ટ્રાયલ અચૂક લો. ટ્રાયલ લેતી વખતે એ વાત ધ્યાનમાં રાખો કે તે તમારા બન્ને સ્તન અલગ અલગ રાખીને સપોર્ટ આપી શકે છે કે નહીં, ક્યાંક તેમાં તમારા ઉરોજ દબાઈને પાસે પાસે નથી આવી જતાં ને.

– સ્પોર્ટ બ્રામાં સ્મોલ, મિડિયમ કે લાર્જ સાઈઝને બદલે કપ અને બેન્ડ સાઈઝ જુઓ. આવી બ્રામાં તમને વધુ સારું ફિટિંગ મળશે.

– વ્યાયામ કરતી વખતે ટી-શર્ટમાંથી ઉરોજ દેખાય તો અત્યંત લજ્જાસ્પદ લાગે છે. તેથી સ્પોર્ટસ બ્રાનું ફિટિંગ-સ્ટિચિંગ બરાબર તપાસી લો.

– ટ્રાયલ રૂમમાં સ્પોર્ટસ બ્રાનંુ ફિટિંગ તપાસી લીધા પછી વાંકા વળી જુઓ અને કૂદકા પણ મારીને જોઈ લો કે તમને કેવું મહેસૂસ થાય છે.

– સ્પોર્ટસ બ્રા ખરીદો ત્યારે તે પહેલા હૂકમાં જ બરાબર ફિટ બેસે એવી હોવી જોઈએ. આનું કારણ એ છે કે થોડા  સમય પછી તેની ઇલાસ્ટિક ઢીલી પડી જાય છે. તે વખતે તમે તેને બીજા હૂકમાં લગાવીને પહેરી શકો છો. પરંતુ પહેલેથી જ તેનો બીજા કે ત્રીજા હુકનો ઉપયોગ કરવો પડે તેમ હોય તો પછીથી તે તદ્ન ઢીલી અને નકામી બની જશે.

આટલું કર્યા પછી પણ જો તમને સંતોષ ન થાય કે મુંઝવણ થતી હોય તો લિંગરી શોપમાં હાજર રહેલી તજજ્ઞાની મદદ લો.

Read Also

Related posts

ખૂબ જ સસ્તો અને ઝડપથી મળી રહેતો ખોરાક કરશે કુપોષણને દૂર, અપનાવો આ રીત

Dharika Jansari

ચોમાસામાં વધી જાય છે આ ગંભીર સંક્રમણોનો ખતરો, જાણો બચવા માટે શું કરશો

Bansari

જો વજન ઘટાડવું છે તો જીમની સાથે સાથે આ 5 ફળોનું કરો સેવન

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!