GSTV
Home » News » ચેતી જજો… આ કામ નહીં કરો તો PAN કાર્ડ થઈ જશે બેકાર

ચેતી જજો… આ કામ નહીં કરો તો PAN કાર્ડ થઈ જશે બેકાર

જો તમે તમારા પર્મેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) અને આધાર કાર્ડને લિંક નથી કર્યા તો તમારું PAN કાર્ડ રદ થઇ જશે. કારણ કે PAN અને આધાર કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2019 છે. જો આવકવેરા વિભાગ તરફથી PAN રદ થઇ જશે તો તેનો ઉપયોગ કરી શકાશે નહીં.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)ના એક અધિકારીએ જણાવ્યું કે, દેશના 20 કરોડ PAN કાર્ડ ધરાકો પાસે આધાર કાર્ડ ન હોય એવું તો ન બની શકે. દેશમાં 43 કરોડ PAN કાર્ડ ધારકો છે જ્યારે 120 કરોડ લોકો પાસે આધાર કાર્ડ છે.

નોંધનિય છે કે, જે કરદાતાઓએ 31મી જુલાઇ 2019 સુધીમાં ઇન્કમ ટેક્સ રિટર્નફાઇલ કરવાનું છે તેઓ PANને આધાર કાર્ડ સાથે લિંક કર્યા વગર IT રિટર્ન ફાઇલ કરી શકશે નહીં. તેનો સીધો અર્થ એ છે કે 31 જુલાઇ પહેલાં તેમણે PAN કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવાનું રહેશે.

જો લિંક નહીં કરો તો શું થશે? જો તમે નિર્ધારિત સમય મર્યાદાની અંદર PANને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરો તો ઇન્કમ ટેક્સ એક્ટના સેક્શન 139AA હેઠળ PAN અમાન્ય થઇ જશે. જો લિંક નહીં કરો તો તમે આઇટી રિટર્ન ફાઇલ નહીં કરી શકો, તમારું ટેક્સ રિફંડ ફસાઇ જશે અને સૌથી મહત્વપૂર્ણ બાબત તમારું PAN કાર્ડ રદ એટલે કે અમાન્ય થઇ જશે.

Read Also

Related posts

ના હોય! કરોડો કમાતો સલમાન ખાન થઇ ગયો દેવાદાર, આ શખ્સ પાસેથી વર્ષો પહેલાં લીધેલા રૂપિયા હજુ નથી ચુકવ્યા!

Bansari

CAA વિરૂદ્ધ વાંધો વ્યક્ત કરનાર યુરોપિયન યુનિયન સામે ભારતે આપી આકરી પ્રતિક્રિયા

Mayur

આખરે વેવાઈ-વેવણ પોલીસ સ્ટેશનમાં હાજર, પતિ જોઈ અચંબિત એક ઝાટકે કહી દીધું…

Mayur
Do NOT follow this link or you will be banned from the site!