GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

‘નિસર્ગ’વાવાઝોડાની સંભવિત અસરને પહોંચી વળવા વહિવટી તંત્ર સજ્જ: SDRFની 6, NDRFની 13 ટીમ તૈનાત

નિસર્ગ વાવાઝોડા

વાવાઝોડું બુધવારે બપોરે ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ટકરાવવાની સંભાવના છે. જેના પગલે દરિયાકાંઠાના સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓના 21 તાલુકાઓના 167 ગામ/બેટમાંથી 34885 લોકોનું સ્થળાંતરિત કરવાની આવશ્યક્તા છે. આ પૈકી 16597 લોકોને મંગળવારે સાંજ સુધીમાં સલામત સ્થળે સ્થળાંતરિત કરી દેવાયા છે. આ ઉપરાંત એસડીઆરએફ, એનડીઆરએફની 13 ટીમ તૈનાત રહેશે. એનડીઆરએફની વધુ પાંચ ટીમ એરલિફ્ટ કરશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના સતત મોનિટરિંગ હેઠળ વાવાઝોડા સામે ‘ઝીરો કેજ્યુલિટી’ નિર્ધાર સાથે વહિવટી તંત્ર સજ્જ છે તેમ જણાવતા રાહત કમિશ્રર હર્ષદ પટેલે ઉમેર્યું કે, ‘દરિયાકાંઠાના સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓ સુરત, નવસારી, વલસાડ અને ભરૂચના કાચા મકાનમાં વસવાટ કરતા લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવાની કામગીરી શરૂ કરાઇ છે. આ માટે 140 આશ્રયસ્થાન તૈયાર કરાયા છે. કુલ 78791 નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરાશે.

કોવિડને પગલે સ્થળાંતરની કામગીરી સાથે જોડાયેલી રેસ્ક્યુ ટીમને પીપીઇ કિટથી સજ્જ કરાઇ છે. આ ઉપરાંત આશ્રય સ્થાનો પર સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનેટાઇઝેશનની તકેદારી રાખવા સૂચના અપાઇ છે. એનડીઆરએફની 13 ટીમો તૈનાત કરાઇ છે. આ પૈકી 10 ટીમો ડિપ્લોય પણ થઇ ગઇ છે. એસડીઆરએફની 6 ટીમ નવસારી, ભાવનગર, વલસાડ, ભરૂચ, સુરત, અમરેલી ખાતે 1-1 ટીમ તૈનાત છે.

દક્ષિણ ગુજરાતના સુરત-વલસાડ-નવસારી-ભરૂચ જિલ્લામાં વાવાઝોડાના પવનની તીવ્રતાને કારણે જરૂર જણાય તો હાઇ વોલ્ટેજ લાઇનો દક્ષિણ ગુજરાત વીજ કંપની સાથે પરામર્શમાં રહીને બંધ કરવા સૂચના અપાઇ છે. આ ઉપરાંત સંભવિત અસરગ્રસ્ત વિસ્તારના એરપોર્ટને પણ એલર્ટમાં મૂકાયું છે.

એનડીઆરએફની ક્યાં-કેટલી ટીમ તૈનાત ?

એનડીઆરએફની 13 ટીમ તૈનાત કરાઇ છે અને તેમાંથી 10 ટીમને ડિપ્લોય કરી દેવાઇ છે. જેમાં વલસાડ ખાતે 2, નવસારી-ભરૂચ-સુરત-આણંદ-ખેડા-સોમનાથ-અમરેલી-ભાવનગર ખાતે 1-1 ટીમ તૈનાત છે. જ્યારે 3 ટીમ રીઝર્વ રાખવામાં આવેલી છે. નવસારી, ભાવનગર, વલસાડ, ભરૂચ, સુરત, અમરેલી ખાતે એસડીઆરએફની 1-1 ટીમ તૈનાત છે.

Read Also

Related posts

અમદાવાદના આ યુવકને PUBG ગેમ રમવી પડી ભારે, ખાતામાંથી કપાઈ ગયા આટલા હજાર રૂપિયા

Nilesh Jethva

કોરોનાનો કહેર : અમદાવાદના આ 26 વિસ્તારને કરાયા માઈકો કન્ટેન્મેન્ટ જાહેર

Nilesh Jethva

આ ATMમાં પૈસા ઉપાડવાના નહીં નાખવાના, બદલામાં મળશે પાણી-પુરી! જુઓ આ ગજબ મશીનનો Video

Arohi
Do NOT follow this link or you will be banned from the site!