GSTV
Gujarat Government Advertisement

વિદેશી બજારમાં સરકારી બોન્ડ વેચવાની કેન્દ્રની યોજનાને સફળતા મળશે નહીં: રાજન

Last Updated on July 14, 2019 by Mayur

વિદેશી બજારમાં સરકારી બોન્ડ વેચીને નાણા એકત્ર કરવાની યોજનાની સફળતા પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(આરબીઆઇ)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને શંકા વ્યક્ત કરી છે. રાજનનું માનવું છે સરકારની આ યોજનાથી વાસ્તવમાં કોઇ લાભ થવાનો નથી અને આ પગલાથી જોખમ વધશે. રઘુરામ રાજને જણાવ્યું હતું કે વિદેશમાં બોન્ડના વેચાણથી ઘરેલુ સરકારી બોન્ડનું પ્રમાણ ઘટશે નહીં જેનું વેચાણ સ્થાનિક વેચાણમાં કરવાનું હોય છે. ભારતીય અર્થવ્યવસ્થા તેજીમાં હોય ત્યારે વધારે રોકાણ કરવા અને મંદીમાં રોકાણ પરત ખેંચી લેવાના રોકાણકારોના વલણને બદલવાની જરૃર છે. 

કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સિતારમણ દ્વારા આ મહિનાની શરૃઆતમાં વિદેશમાં સરકારી બોન્ડ વેચીને નાણા એકત્ર કરવાની યોજનાનો વિરોધ પક્ષોેએ પણ વિરોધ કર્યો છે. ભારતીય અર્થતંત્રમાં મંદી આવ્યા પછી નરેન્દ્ર મોદી સરકારે સમક્ષ ફંડ એકત્ર કરવાના વિકલ્પ મર્યાદિત રહ્યા પછી વિદેશમાં બોન્ડ વેચવાની યોજનાની જાહેરાત કરી  છે. 

ચાલુ નાણાકીય વર્ષમાં સરકારની સાત લાખ કરોડ રૃપિયાનું ઋણ લેવાની યોજનાથી રોકાણકારો પણ ચિંતિત છે. રાજને જણાવ્યું છે કે આ યોજનાને બદલે ભારતને ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર(એફપીઆઇ)ના રજિસ્ટ્રેશનના કાયદાને સરળ બનાવવો જોઇએ અને સરકારી બોન્ડમાં રોકાણની વર્તમાન મર્યાદાને વધારવી જોઇએ. 

આરબીઆઇના ત્રણ પૂર્વ અધિકારીઓએ પણ કેન્દ્ર સરકારની આ યોજનાનો વિરોધ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે હાલમાં આ યોજનાને અમલમાં મૂકવાનો યોગ્ય સમય નથી કારણકે ભારત મોટી નાણાકીય ખાધમાંથી પસાર થઇ રહ્યું છે. ચાલુ નાણાકીય વર્ષમાં નાણાકીય ખાધનું લક્ષ્યાંક જીડીપીના ૩.૩ ટકા રાખવામાં આવ્યો છે. જે ફેબુ્રઆરીમાં રજૂ કરાયેલા વચગાળાના બજેટમાં નિર્ધારિત કરાયેલા ૩.૪ ટકાના લક્ષ્યાંકથી ઓછું છે. 

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!