GSTV

જિયો પોલિટિલ ટેન્શનને પરિણામે સેન્સેક્સ 300 અંક ગગડ્યો

Last Updated on August 11, 2017 by

શુક્રવારે   ભારતીય શેર બજારમાં ભારે ઘટાડો નોંધાયો હતો અને  બજાર મોટા ઘટાડા સાથે ખૂલ્યું હતું.  મુખ્ય સૂચકાંક બીએસસી સેન્સેક્સ  306 અંક ઘટ્યો હતો અને 31, 224ની સપાટીએ પહોંચ્યો હતો તો  નિફ્ટી પણ 90 અંક ગગડીને 9, 730ની સપાટીએ વેપાર કરી રહ્યો છે. શરૂઆતના વેપારમાં નિફ્ટી 9800ના સ્તરેથી નીચે ગગડ્યો હતો અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં મિડકેપમાં 2.13 ટકા અને સ્મોલકેપમાં 3.11 ટકાની નબળાઈ જોવા મળી રહી છે.

આંતરરાષ્ટ્રીય  બજારમાં તમામ એશિયન બજારમાં નબળાઈ જોવા મળી રહી છે. જાપાનનો નિક્કેઈ 0.05 ટકાના ઘટાડા સાથે 19. 729ના સ્તરે  ચીનનો શાંઘાઈ  1.60 ટકાની નબળાઈ સાથે   હૈંગસૈંગ 1.67 ટકાની નબળાઈ સાથે  26, 986ના સ્તરે   3, 062ના સ્તરે  વેપાર કરી રહ્યો છે . અમેરિકા અને ઉત્તર કોરિયા4 વચ્ચે વધી રહેલા  ભૂરાજનૈતિક તણાવ(જિયો પોલિટિકલ ટેન્શનને) પગલે ડાઓ જોન્સ 200 અંક સુઘી ગગડ્યો હતો અને 21, 844ની સપાટીએ પહોંચ્યો હતો.ડાઓ જોન્સમાં  મે મહિના બાદ પ્રથમ વાર આઠલો ઘટાડો નોંધાયો છે.

સેક્ટોરિયલ ઇન્ડેક્સન વાત કરીએ તો  આઇટીને બાદ કરતા બધા શેર લાલ નિશાનમાં વેપાર કરી રહ્યા છે.

Related posts

ITR: ઈન્ક્મ ટેક્સ રિટર્ન કરવા માટે જરૂરી આ 6 ફોર્મ જલ્દી ભરી દેજો, 31 જુલાઈ પછી નહીં મળે તક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!