એવી લાલચ જાગી કે આ બહેને તો સગા ભાઇ સાથે કરી લીધાં લગ્ન! કારણ તમને વિચારતા કરી મુકશે

પંજાબમાં સંબંધોને શરમમાં મુકે એવી એક ઘટના સામે આવી છે. જે સાંભળીને સૌકોઈ દંગ રહી ગયા છે. એક યુવતીએ તેના સગા ભાઈ સાથે જ લગ્ન કરી લીધા હતા. આમ કરવા પાછળ યુવતીની ગજબની લાલચ કારણભુત બની છે. યુવતી ઓસ્ટ્રેલિયા શિફ્ટ થવા માંગતી હતી.

લગ્ન બાદ પોતાના યુવતીએ બનાવટી પાસપોર્ટ તૈયાર કર્યો હતો અને ઓસ્ટ્રેલિયા જતી રહી હતી. એક મહિલાએ આ બાબતની ફરિયાદ કરતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો.

 આશ્ચર્યજનક વાત એ છે કે, આ ષડયંત્રમાં ભાઈ-બહેનના પરિજનો પણ શામેલ છે. પંજાબના એક ગામમાં રહેતી યુવતી ઓસ્ટ્રેલિયામાં સેટલ થવા માંગતી હતી. પણ તેને વિઝાને લઈને મુશ્કેલી ઉભી થઈ રહી હતી. પરંતુ કોઈ પણ ભોગે ઓસ્ટ્રેલિયા જવા યુવતી પવિત્ર સંબંધોને લાંછન લગવતા ખચકાઈ નહોતી. તેને પોતાના સગા ભાઈ સાથે જ લગ્ન કરી લીધા હતા.

આ મામલે પોલીસે કહ્યું હતું કે, આ ઘટનામાં તપાસ કરતા જાણવા મળ્યું છે કે યુવતીનો ભાઈ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી છે. યુવતીએ પણ ઓસ્ટ્રેલિયા જવા માટે નકલી દસ્તાવેજો ઉભા કર્યા અને મેરેજ સર્ટિફિકેટ પણ એક ગુરૂદ્વારામાંથી બનાવી લીધું હતું. રજિસ્ટ્રેશન ઓફિસમાં તેની નોંધણી પણ કરાવી દીધી હતી.

પોલીસે ઉમેર્યું હતું કે, આ ભાઈ-બહેને સામાજીક, કાયદાકીય અને ધાર્મિક વ્યવસ્થા સાથે દગાખોરી કરી છે. તેમણે વિદેશમાં રહેવા માટે આમ કર્યું છે. અમે આ મામલે અનેક ઠેકાણે દરોડા પાડી તપાસ કરી રહ્યાં છીએ. પરંતુ તેઓ નાસી છુટ્યા છે. હજી સુધી કોઈની પણ અટકાયત થઈ શકી નથી.

બનાવટી દસ્ત્તાવેજોના સહારે યુવતી પોતાના ભાઈ સાથે ઓસ્ટ્રેલિયા ચાલી ગઈ છે. તેનો ભાઈ ઓસ્ટ્રેલિયામાં નોકરી કરે છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ગેરરીતિનો આ ગંભીર મામલો છે. આ ષડયંત્રમાં ભાઈ-બહેનનો આખો પરિવાર શામેલ છે. તમામ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે ઉમેર્યું હતું કે, વિદેશ જવાની લાલચમાં સગા ભાઈ-બહેને લગ્ન કર્યા હોય તેવો આ પહેલો કેસ સામે આવ્યો છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter