GSTV

અતિ મહત્વનું: દેશના સૈન્ય દળોમાં 9,712 ઓફિસરો અને 1 લાખ સૈનિકોની અછત, સરકારે જણાવ્યું કે ખાલી છે પદો !

આતંકીઓ

Last Updated on July 27, 2021 by pratik shah

દેશની સેના(સશસ્ત્ર દળ) 9,712 અધિકારીઓ અને અંદાજીત 1.09 લાખ સૈનિકોની અછત સાથે ઝઝૂમી રહી છે. આ વાતની જાણકારી રાજ્ય સરકારના મંત્રી અજય ભટ્ટે એક સવાલના લેખિત જવાબમાં રાજ્ય સભામાં આપી હતી. તેમણે જણાવ્યું કે ભારતીય આર્મીમાં 7,912 ઓફિસરોની જગ્યા ખાલી છે. અને 90,640 સૈનિકોના પદ ખાલી છે.

વાયુસેનામાં 610 ઓફિસરોના પદ, 7104 સૈનિકોના પદ ખાલી

pakistan jets loc

તેમણે વધુમાં જણાવ્યું કે વાયુસેનામાં 610 ઓફિસરોના પદ, 7104 સૈનિકોના પદ ખાલી છે. આ સાથે નેવીમાં અધિકારી વર્ગમાં 1,190 જગ્યા અને સૈનિકોની 11,927 જગ્યા ખાલી છે. ઈન્ડિયન નેવીમાં આ ખાલી પડેલા અધિકારીઓના પદની સંખ્યા 1,190 છે, જ્યારે નાવિકો માટે 11,927 પદ ખાલી છે.

નેવીમાં અધિકારીઓના પદ ખાલી

આ સિવાય મેડિકલ ક્ષેત્રમાં પણ અધિકારી વર્ગના 444 પદો અને ગેર અધિકારી વર્ગના 1206 પદો પર જગ્યા ખાલી પડી છે. રાજ્ય મંત્રીએ જણાવ્યું છે કે સરકાર ખાલી પગોને ભરવા માટે ઘણા પગલાં પણ ઉઠાવ્યા છે.જેમાં અન્ય બાબતોની સાથે સાથે વારંવાર ઇમેજ બિલ્ડિંગ, કારકિર્દી મેળાઓ અને પ્રદર્શનો અને અભિયાનોનું આયોજન અને યુવાનોમાં જાગૃતિ લાવવાનો સમાવેશ થાય છે.

તેમણે કહ્યું કે યુવાનોને સૈન્યમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.આ માટે શાળાઓ, કોલેજો, અન્ય શૈક્ષણિક સંસ્થાઓ અને રાષ્ટ્રીય કેડેટ કોર્પ્સના શિબિરોમાં નિયમિત રીતે મોટિવોશનલ લેકચર્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે, સશસ્ત્ર દળોમાં નોકરીઓને આકર્ષક બનાવવા માટે સરકારે અનેક પગલાં લીધાં છે, જેમાં સેનામાં બઢતીની શક્યતાઓમાં સુધારો કરવો અને ખાલી પડેલી જગ્યાઓ ભરવા સહિત.

READ ALSO

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta

E-Auction / PM નરેન્દ્ર મોદીના ચાહકો માટે મોટા સમાચાર, વડાપ્રધાનને મળેલી ભેટ ખરીદવાની સોનેરી તક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!