Video: પૃથ્વી શૉની વિસ્ફોટક બેટિંગ, ગગનચુંબી શૉટ્સ જોઇને ઑસ્ટ્રેલિયા દંગ

ભારત અને ઓસ્ટ્રેલિયા ઈલેવન વચ્ચે રમાઈ રહેલી ચાર દિવસની પ્રેક્ટિસ મેચમાં બીજા દિવસે ભારત 92 ઓવરમાં 358 રન બનાવી ઓલઆઉટ થયું હતું. પ્રથમ દિવસની રમત વરસાદના કારણે રદ કરી દેવામાં આવી હતી. ભારે વરસાદના કારણે પ્રથમ દિવસે બંને ટીમના ખેલાડીઓ મેદાનમાં પણ ઉતરી શક્યા નહોતા. બીજા દિવસે ભારતના 5 બેટ્સમેનોએ ફિફ્ટી ફટકારી શાનદાર ફોર્મનો પરિચય આપ્યો હતો.

ભારત તરફથી પૃથ્વી શો અને લોકેશ રાહુલ ઓપનિંગમાં ઉતર્યા હતા. રાહુલ માત્ર 3 રન બનાવી આઉટ થયો હતો. જે બાદ પૃથ્વી શો અને ચેતેશ્વર પૂજારાએ 80 રનની પાર્ટનરશિપ કરી હતી.

પૃથ્વી શો 69 બોલમાં 66 રન બનાવી આઉટ થયો હતો. જેમાં તેણે 11 બાઉન્ડ્રી ફટકારી હતી. જણાવી દઇએ કે પૃથ્વી શૉને ટીમ ઇન્ડિયાનો ફ્યૂચર સ્ટાર માનવામાં આવે છે.

પહેલી જ ટેસ્ટમાં સદી ફટકારીને તેણે અનેક રેકોર્ડઝ તોડ્યા હતા અને ટેસ્ટમાં પોતાનું સ્થાન નિશ્વિત કર્યુ હતું. વેસ્ટીઇન્ડીઝ બાદ પૃથ્વી શૉ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે અને આ તેની બીજી સીરીઝ છે. તેવામાં તે વિરાટ કોહલી અને સીનિયર ક્રિકેટર્સ સાથે વધારે સમય પસાર કરી રહ્યો છે અને ટિપ્સ લઇ રહ્યો છે. પ્રેક્ટિસ મેચમાં જ તેણે કમાલ કરી દીધી.

પૂજારા 54, કેપ્ટન વિરાટ કોહલી 64 અને હનુમા વિહારી 53 રન બનાવી આઉટ થયા હતા. અજિંક્ય રહાણે 56 રન બનાવી રિટાયર્ડ હર્ટ થયો હતો. રોહિત શર્માએ 40 રન બનાવ્યા હતા. એરોન હાર્ડિએ 4 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયા ઇલેવને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter