INDvAUS: કોહલીના વિજયી ચોગ્ગાથી સીડનીમાં જીત્યું ભારત, T-20 સીરીઝ 1-1થી બરાબર

ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને સીડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાયેલી ત્રીજી અને અંતિમ વન ડે તથા અંતિમ ટી-20 મુકાબલામાં 6 વિકેટે હરાવીને 3 મેચની ટી-20 સીરીઝ 1-1થી સરભર કરી છે. ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા ઑસ્ટ્રેલિયાની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યાં. ટીમ ઇન્ડિયા માટે કેપ્ટન કોહલીએ 41 બોલમાં અણનમ 61 રનની શાનદાર ઇનિંગ રમી. કોહલીએ ઇનિંગમાં 4 શાનદાર ચોક્કા અને 2 ગગનચુંબી સિક્સર પણ ફટકારી હતી.

કોહલીની શાનદાર ઇનિંગ

કોહલીએ 65મા ટી-20 મેચમાં કરિયરની 19મી અડધી સદી ફટકારી છે. આ ઉપરાંત શિખર ધવને (41) પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. ઑસ્ટ્રેલિયાએ અગાઉ પ્રથમ ટી-20 મેચ જીતીને 1-0થી લીડ મેળવી હતી અને બીજી મેચ વરસાદના કારણે રમી શકાઇ ન હતી. ત્રીજી મેચમાં ભારતે જીતીને સીરીઝ 1-1થી સરભર કરી લીધી છે.

ઑસ્ટ્રેલિયાએ આપ્યો 165 રનનો ટાર્ગેટ

ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતાં યજમાન ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યાં અને ટીમ ઇન્ડિયાને સીરીઝ સરભર કરવાનો પડકાર આપતા 165 રનનો ટાર્ગેટ આપ્યો.

ઑસ્ટ્રેલિયાની ઇનિંગ

ઓસ્ટ્રેલિયા માટે માર્કસ સ્ટોયનિસ અંતિમ ઓવરોમાં 15 બોલમાં 25 રન કર્યા હતા. 18મીઓ વરમાં બુમરાહે ક્રિસ લીનને રન આઉટ કર્યો હતો. ક્રિસ લીન માત્ર 10 બોલમાં 13 રન કરીને આઉટ થયો હતો. મહત્વનું છે, કે 16મી ઓવરમાં કૃણાલ પંડ્યાએ ભારતીય ટીમને ફરીએકવાર સફળતા અપાવતા એલેક્સ કૈરી પણ આઉટ થયો હતો. કૈરી ચાર ચૌક્કા મારીને 19 બોલમાં 27 રન બનાવ્યા હતા.

9મી ઓવરમાં ટીમ ઇન્ડિયાને પહેલી સફળતા મળી. જેમાં કુલદીપ યાદવે એરોન ફિન્ચને આઉટ કર્યો, ફિચ 23 બોલમાં 28 રન બનાવ્યા હતા. જ્યારે 10મી ઓવરમાંજ કૃણાલની ઓવરમાં શોર્ટ 5 ચોક્કો મારી 29 બોલમાં 33 રન કરી આઉટ થયો હતો. અને દસમી ઓવરના બીજા બોલ પર બેન મૈક્ડરમટ પણ આઉટ થયો હતો. ભારતે ઓસ્ટ્રેલીયાને ત્રીજો ઝટકો આપ્યા બાદ કૃણાલે મેક્સવેલને પણ આઉટ કર્યો હતો.

આ સીરીઝમાં બીજી મેચમાં વરસાદને કારણે કોઇ મેચનો કોઇ પણ નિર્ણય આવ્યો નહિ પરંતુ ટીમ ઇન્ડિયા પાસે સીરીઝ બચાવાની એક સારી તક છે. પહેલી મેચમાં બોલીંગ અને ફરિ બેટીંગ કરીને સારા પ્રદર્શની આશામાં ટીમ ઇન્ડિયા પ્રદર્શન કરવામાં અસફળ રહી હતી. અને તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, પહેલી ટી-૨૦માં ભારતીય ટીમની હાર થઈ હતી, જ્યારે બીજી મેચ વરસાદના કારણે રદ્દ કરવામાં આવી હતી.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter