GSTV
Home » News » રાજધાની દિલ્હીની સુરક્ષામાં વધારો કરવા ભારત અમેરિકા પાસેથી ખરીદશે આ ‘ઘાતક’ મિસાઈલ

રાજધાની દિલ્હીની સુરક્ષામાં વધારો કરવા ભારત અમેરિકા પાસેથી ખરીદશે આ ‘ઘાતક’ મિસાઈલ

રાજધાની દિલ્હીની સુરક્ષામાં વધારો કરવા માટે ભારતે વિશેષ તૈયારી શરૂ કરી છે. મળતી માહિતી પ્રમાણે ભારત અમેરિકા પાસેથી નેશનલ એડવાન્સ સરફેસ એર મિસાઈલ સિસ્ટમ- ટુ ખરીદવાની તૈયારી કરી રહ્યુ છે. આ મિસાઈલથી દિલ્હીમાં કોઈપણ હવાઈ હુમલને ટાળી શકાશે. આ ઉપરાંત ડ્રોન અને બેલિસ્ટિક મિસાઈલનો પણ સામનો કરવા ભારત સક્ષમ બનશે.

આ મિસાઈલ ખરીદીને દિલ્હીમાં ૯-૧૧ જેવા હુમલાને નિષ્ફળ બનાવવામાં મોટી સફળતા મળવાની છે. સંરક્ષણ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે મિસાઈલની ખરીદી પાછળ ૬ હજાર કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આ મિસાઈલ બેથી ચાર વર્ષમાં ભારતને મળી શકે છે. અમેરિકા પાસેથી જે મિસાઈલ ખરીદવામાં આવી રહી છે. તે મિલાઈલ બંદૂક, મધ્યમ દુરીની મિસાઈલ, અને વિભિન્ન હથિયારથી લેસ હશે. જેથી કોઈપણ પ્રકારના હુમલાને ટાળવામાં સફળતા મળશે.

READ ALSO

Related posts

શીતળા માતાની વ્રત કથા અને પૂજન વિધી,જાણો શું છે તેનું મહાત્મય

Bansari

અમેરિકાના ઓરેગોન રાજ્યના એક સરોવરમાં 27 વર્ષના ભારતીય વિદ્યાર્થીનું ડૂબવાથી થયું મોત

Path Shah

રાજધાની દિલ્હીમાં તમામ રાજ્યોના ભવન, જ્યારે રૂપિયા 131 કરોડના ખર્ચે બનેલું છે ગરવી ગુજરાત ભવન

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!