GSTV
Home » News » ઇઝરાયેલ પાસેથી એન્ટિ ટેન્ક ગાઈડેડ મિસાઇલ નહીં ખરીદે ભારત, ફ્રાન્સને બખ્ખાં

ઇઝરાયેલ પાસેથી એન્ટિ ટેન્ક ગાઈડેડ મિસાઇલ નહીં ખરીદે ભારત, ફ્રાન્સને બખ્ખાં

ભારતીય સેના ફ્રાન્સ પાસેથી 3000 એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ ‘મિલન 2 ટી’ ખરીદવા અંગે વિચારી રહી છે. સેનાએ આ માટે પ્રસ્તાવ તૈયાર કરી લીધો છે. આ પ્રસ્તાવ અંગે રક્ષા મંત્રાલયની ઉચ્ચ કક્ષાની સમિતી વિચારણા કરશે. આ મિસાઈલની ખરીદીમાં 1 હજાર કરોડની રકમ ખર્ચ કરવામાં આવશે. દુશ્મન સેનાની ટેન્ક રેજીમેન્ટનાં મુકાબલા માટે સેકન્ડ જનરેશનની આ મિસાઈલો અસરકારક સાબિત થશે.

એન્ટી ટેન્ક મિસાઈલો ખરીદવાની યોજનાને ટાળી દીધી

ભારત ડાયનામિક્સ લિમિટેડ (BDL) ફ્રાન્સની કંપની સાથે મળીને આ મિસાઈલોનું ભારતમાં જ નિર્માણ કરી રહી છે. જેની રેન્જ 2 કિમીથી થોડી વધુ હશે. ભારતે ઈઝરાયલ પાસેથી સ્પાઈક એન્ટી ટેન્ક મિસાઈલો ખરીદવાની યોજનાને ટાળી દીધી છે. કારણ કે આ યોજનાને હવે ભારતમાં જ વિકસીત કરવામાં આવશે. DRDA મૈન-પોર્ટેબલ એન્ટી ટેન્ક મિસાઈલોની બે વખત ચકાસણી થઈ ચુકી છે.

ભારતમાં જ બનેલી આકાશ મિસાઈલો પર વિશ્વાસ કર્યો

ભારત સરકાર સંરક્ષણ ઉત્પાદનોની ખરીદીમાં સ્વદેશી કંપનીઓને અગ્રતા આપી રહી છે. 2017માં અરુણ જેટલીની અધ્યક્ષતાવાળી રક્ષા ખરીદ પરિષદે (DAC) ઈઝરાયલ અને સ્વીડનથી મિસાઈલો ખરીદવાની જગ્યાએ ભારતમાં જ બનેલી આકાશ મિસાઈલો પર વિશ્વાસ કર્યો છે. જમીન પરથી હવામાં પ્રહાર કરતી આ મિસાઈલો પર 18 કરોડનો ખર્ચ થઈ શકે છે.

Related posts

મમતાના માનીતા આઈપીએસની વધી મુશ્કેલીઓ, વિદેશ ફરાર ન થયા તે માટે CBIએ લૂક આઉટ નોટિસ જાહેર કરી

Mayur

વર્લ્ડ કપની વોર્મ-અપ મેચમાં જ ભારતની હાર, શું વિરાટ જીતાડી શકશે વિશ્વ કપ?

Kaushik Bavishi

દિલ્હીમાં AAPને મળેલી હાર બાદ કેજરીવાલના રાજીનામાની માગ ઉગ્ર બની, આ વ્યક્તિ બની શકે છે નવા સંયોજક

Mayur
Do NOT follow this link or you will be banned from the site!