GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

જો બૅયરેસ્ટો ચોથી ટેસ્ટમાં રમશે તો તેની આંગળી હશે ટીમ ઇન્ડિયાના નિશાને

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું કહેવું છે કે જો જૉની બૅયરેસ્ટો ચોથી મેચમાં રમશે તો તેની ઇજાગ્રસ્ત આંગળી ટીમના નિશાને હશે. બંને ટીમો વચ્ચે પાંચ મેચોની સિરિઝની ચોથી ટેસ્ટ મેચ સાઉથમ્પટનમાં 30 ઓગસ્ટે રમાશે.

ઉલ્લેખનીય છે કે ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન ઇંગ્લેન્ડના 28 વર્ષીય વિકેટકિપર બૅયરેસ્ટોના ડાબા હાથની આંગળી પર ઇજા થઇ છે. તેમણે સાઉથમ્પટનમાં પોતાની ટીમ માટે ચોથી ટેસ્ટ મેચમાં સામેલ થવાની આશા વ્યક્ત કરી છે.

આ અંગે શમીએ કહ્યું કે, ફક્ત હું જ નહી દરેક ફાસ્ટ બોલર બૅયરેસ્ટોની નબળાઇ પર વાર કરવા ઇચ્છે છે. તમે જ્યારે કોઇપણ બેટ્સમેનની નબળાઇ જાણી લો તો તમે તે તથ્ય પર કામ કરવાનો પ્રયાસ કરો છો. અમે નિશ્વિત રૂપે બૅયરેસ્ટોની ઇજા પર વાર કરીશું.

ઇંગ્લેન્ડે હાલની ટેસ્ટ સિરિઝની પહેલી બે ટેસ્ટ જીતીને 2-1થી સરસાઇ મેળવી લીધી છે. તેવામાં ભારતીય ટીમની નજરો ચોથી ટેસ્ટ મેચ જીતીને સીરીઝને 2-2થી સરભર કરવા પર હશે.

તેવામાં બૅયરેસ્ટોએ જણાવ્યું કે તે ઇજાગ્રસ્ત હોવા છતાં ભારત સામે સાઉથમ્પ્ટનમાં ચોથી ટેસ્ટ મેચમાં રમવા ઇચ્છે છે. તેણે કહ્યું કે તે વિશેષ બેટ્સમેન તરીકે રમવા માટે ફિટ થઇ ગયો છે. પરંતુ તે વિકેટકિપિંગ પણ કરવા ઇચ્છે છે.

Related posts

ધોનીનો બર્થ ડે મનાવવા પંડ્યા ભાઈઓ ખાસ ચાર્ટર્ડ પ્લેનમાં ગયા હતા રાંચી

Harshad Patel

Birthday Special: રેકોર્ડના બાદશાહ રહ્યા છે સુનીલ ગાવસ્કર, કેટલીક સિદ્ધિઓ પર એક નજર

Arohi

ક્રિકેટના આ ભૂતપૂર્વ ઓપનરનો મોટો ખુલાસો, હું કેપ્ટન હોવા છતાં મને ટીમમાંથી કાઢી મુકાયો હતો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!