GSTV

PHOTO / સેલ્ફી માટે જગવિખ્યાત થયેલા કોંગોના માઉન્ટેન ગોરિલા નડાકાસીનું નાનપણથી સંભાળ રાખનારા રેન્જરના ખોળામાં મૃત્યુ : સંવેદનાની અનોખી કથા

Last Updated on October 9, 2021 by Zainul Ansari

આફ્રિકા ખંડના દેશ કોંગોમાં આવેલુ વિરૃંગા નેશનલ પાર્ક ગાઢ જંગલો અને જંગલોમાં વસતા માઉન્ટેન ગોરિલા માટે જગવિખ્યાત છે. આખા જગતમાં આ વિસ્તાર સિવાય ક્યાંય માઉન્ટેન ગોરિલા જોવા મળતાં નથી. ત્યાંના ગોરિલાઓમાં નડાકાસી નામની એક માદા ગોરિલા તેની ફોટોગ્રાફી વખતે ઉભા રહેવાની, પોઝ આપવાની સ્ટાઈલ માટે જગવિખ્યાત થઈ હતી. એ નડાકાસીનું હવે 14 વર્ષની વયે મૃત્યુ થયું છે. ગોરિલા અને મનુષ્યના પૂર્વજો એક જ હતા, એટલે ગોરિલાઓમાં ઘણી સમજણ અને સંવેદના હોય છે. તેનો પુરાવો નડાકાસીના મૃત્યુ વખતે મળ્યો. કેમ કે નડાકાસીએ અંતિમ શ્વાસ પોતાના સૌથી નજીકના મિત્ર એવા રેન્જરની બાહોમાં લીધા હતા.

રસપ્રદ વાત એ છે કે નડાકાસી અને પાર્કના રેન્જર આંદ્રે બાઉમા વચ્ચે લાગણીનો એક અદૃશ્ય સેતુ બંધાયેલો હતો. કોંગો-રવાન્ડા-યુગાન્ડાની સરહદ પર આવેલા આ જંગલોમાં રહેતા ગોરિલાઓનો શિકાર થતો રહે છે. તેની સામે રક્ષણ માટે અહીં મોટી સંખ્યામાં રેન્જર કાર્યરત રખાયા છે. નડાકાસી નાનું બચ્ચું હતી ત્યારે તેની માતા મૃત્યુ પામી હતી. એ પછી પાર્કના રેન્જર આંદ્રેએ જ તેની દેખભાળ રાખી હતી. એટલે આંદ્રે અને નડાકસી વચ્ચે દોસ્તી બંધાઈ ગઈ હતી. નડાકાસીને આખા જગતમાં ખ્યાતિ 2019માં મળી હતી જ્યારે તેની એક સેલ્ફી લેવાઈ હતી. સેલ્ફી જોકે આન્દ્રે સાથની નહીં પણ બીજા રેન્જર શામાવુ સાથે લેવાઈ હતી. એ સેલ્ફીમાં શામાવુ પાછળ નડાકાસી અને બીજો ગોરિલા નડીઝી જોવા મળે છે. એ સેલ્ફી વાઈરલ થઈ હતી અને ત્યાં આવનારા પ્રવાસીઓ પછી તો નડાકાસી સાથે સેલ્ફી લેવાનું પસંદ કરતા હતા.

નડાકાસી જ્યારે 2 મહિનાનો બાળ ગોરિલા હતો ત્યારે તેની માતાનુ ગોળીબારમાં મોત થયુ હતુ. મોત પછી અનાથ બનેલા બાળ ગોરિલા પાસે રેન્જર આંદ્રે પહોંચ્યા હતા અને તેની સંભાળ લેવાની શરૃઆત કરી હતી. છેલ્લા કેટલાક સમયથી નડાકસીની તબિયત ખરાબ હતી અને કોઈ સારવારનો ખાસ લાભ થતો ન હતો. રેન્જર આંદ્રે રોજ રોજ ગોરિલાની મુલાકાત લેતા હતા અને તેમની પાસે બેસતા હતા. ગોરિલાને પોતાના બાળકની માફક જ વહાલ કરતા હતા. એવી જ ક્ષણે નડાકસીનું મોત થયું હતું. રેન્જરની બાહોમાં જ નડાકાસીએ અંતિમ શ્વાસ લીધા એ તસવીર વાઈરલ થઈ હતી અને ગોરિલા-મનુષ્ય વચ્ચે લાગણીના તંતુએ લોકોમાં અનોખી સંવેદના જગાવી છે.

મૃત્યુ પછી રેન્જર આંદ્રેએ કહ્યું હતું કે મેં મિત્ર ગુમાવી દીધો છે, પણ આનંદની વાત એ છે કે એની છેલ્લી ક્ષણોમાં હું તેની સાથે જ હતો. સેલ્ફી લેનારા રેન્જર શામાવુએ કહ્યુ હતું કે હું એ દિવસે ફોન ચેક કરતો હતો. ત્યારે મને સ્ક્રીનમાં દેખાયુ કે પાછળ બે ગોરિલા મારી નકલ કરતા ઉભા છે. એટલે એ ક્ષણને મેં સેલ્ફી સ્વરૃપે ઝડપી લીધી. એ વખતે ગોરિલા જાણે પોતાની તસવીર લેવાય છે એ જાણતા હોય એમ પોઝ આપીને ઉભા હતા. એ ગોરિલાનું મોત થતા પાર્કના રેન્જરમાં ગમગીની છવાઈ ગઈ હતી.

Read Also

Related posts

ખાસ વાંચો/ PF એકાઉન્ટમાં આવી ગયું છે વ્યાજ તો 1 જ કલાકમાં આ રીતે ઉપાડો રૂપિયા, આટલી સરળ છે પ્રોસેસ

Bansari

G20 સંમેલનમાં ભાગ લેશે પીએમ મોદી, 27થી 31 ઓક્ટોબર દરમ્યાન જશે ઈટાલીના પ્રવાસે

Pritesh Mehta

પ્રિયંકા ગાંધીના કેન્દ્રને વેધક અને આકરા સવાલ, દેશના 97 ટકા પરિવારોની આવક મોદી સરકારના શાસનમાં ઘટી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!