GSTV

રાજસ્થાનમાં સરકાર ઉથલાવવા ગયા પણ બિહારમાં ભરાયા, નીતિશ કુમાર સામે NDAના સાથી પક્ષે મોરચો માંડ્યો

બિહારમાં આ વરસે વિધાનસભાની ચૂંટણી થવાની  હોવાથી NDAના દરેક ઘટકે પોતપોતાની રીતે તૈયારી શરૂ કરી હતી. કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાનના લોકતાંત્રિક જનતા પક્ષ (LJP) સાથે સંકળાયેલા રામ વિલાસ પાસવાનના પુત્ર ચિરાગને જદયુના વડા અને બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર સાથે વાંકું પડી ગયું હતું.

ચિરાગે ભાજપ પ્રમુખ જે પી નડ્ડાને નીતિશ કુમારની કહેવાતી દાદાગીરી વિશે ફરિયાદ કરી હતી. ચિરાગ શુક્રવારે નડ્ડાને મળ્યો હતો અને પોતાની હૈયાવરાળ કાઢી હતી. ચિરાગ હાલ લોજપનો પ્રમુખ પણ છે. એ બિહારની જમુઇ સાંસદીય બેઠક પરનો સંસદ સભ્ય પણ છે. એણે એવી ફરિયાદ કરી હતી કે જદયુ સતત અમારી અવગણના કરી રહ્યો  હતો.  તેણે નડ્ડાને કહ્યું હતું કે બિહાર વિધાનસભાની ચૂંટણી આપણે સૌ સાથે મળીને લડવાના હોઇએ તો એક મઝિયારો કાર્યક્રમ નક્કી થઇ જવો જોઇએ. નીતિશ કુમારના જલ, જીવન, હરિયાળી અને સાત નિશ્ચયનો એજન્ડા લોજપને સ્વીકાર્ય નથી.

ચિરાગે કહ્યું હતું કે અમારા પક્ષની ‘બિહાર ફર્સ્ટ, બિહારી ફર્સ્ટ’ કાર્યક્રમ નીતિશ કુમારે સ્વીકારવો જોઇએ. એનડીએનાં તમામ ઘટકોનો એક સહિયારો ચૂંટણી કાર્યક્રમ ઘડાવો જોઇએ. જાણકાર વર્તુળો કહે છે કે વિધાનસભાની બેઠકોની વહેચણી બાબત પણ ચિરાગને નીતિશ કુમાર સામે વાંધો છે. બંને નેતાઓ વચ્ચે બેઠકની વહેંચણીના મુદ્દે પણ વિખવાદ ચાલી રહ્યો હતો. નીતિશ કુમાર ચિરાગને જરાય ભાવ આપતા નથી એટલે ચિરાગની ડાગળી ચસકી જણાતી હતી.

READ ALSO

Related posts

Google ની આ App એ તોડ્યા તમામ રેકોર્ડ, પ્લેસ્ટોર દ્વારા 500 મિલિયનથી પણ વધુ લોકોએ કરી ડાઉનલોડ

Mansi Patel

બોટાદ/ ઘાસચારો ભરેલી પિકઅપ વીજળીના વાયર સાથે અથડાતા આગ લાગી, કોઈ જાનહાની નહી

Pravin Makwana

અમદાવાદ/ વીજચોરી કરનારા તત્વો સામે તંત્રની લાલ આંખ, રિલીફ રોડ પર અધિકારી અને પોલીસની મેગા ડ્રાઈવ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!