GSTV

ખેડૂત આંદોલન ન અટક્યું તો આ રાજ્યમાં ભાજપ સરકાર થઈ શકે છે ઘરભેગી, પંજાબ જ નહીં હરિયાણા પણ સળગ્યું

કૃષિ બિલના વિરોધમાં મોદી સરકારમાં પ્રધાન રહી ચૂકેલી હરસિમરત કૌરે 17 સપ્ટેમ્બર 2020એ રાજીનામું આપ્યું હતું. ભાજપ અને તેનો સૌથી જૂનો સાથી અકાલી દળ અલગ થઈ જશે ? અગાઉ બિહારમાં પણ રામવિલાસ પાસવાનના અલગ સૂચ જોવા મળ્યા હતા. હવે હરિયાણાં પણ પંજાબના રસ્તે જઈ રહ્યું છે. તેમના મોરચા ભાજપથી અલગ વર્તી રહ્યાં છે. હરિયાણાના ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલા પર પણ દબાણ વધી રહ્યું છે. ત્યાં ભાજપ અને દુષ્યંતની પાર્ટી જેજેપીની સરકાર છે. ખેડૂતોનો ટેકો મળી રહ્યો છે. જો તેઓ ખેડૂતો માટે મોટો નિર્ણય લેશે તો ખટ્ટરની સરકાર જોખમમાં મુકાઈ શકે છે.

ભાજપ સરકાર જેજેપીના ટેકાના ઓક્સિજન લઈન પર ચાલી રહી છે. પંજાબના બાદલ પરિવાર અને હરિયાણાના ચોટાલા પરિવાર વચ્ચેનો વર્ષોથી સંબંધ મિત્રતા અને ભાઈચારા પર છે. લોકસભામાં બિલનો વિરોધ કરતી વખતે, બાદલે દુષ્યંતના દાદા ચૌધરી દેવીલાલને યાદ કર્યા હતા. તેમને ખેડૂતોના નેતા ગણાવ્યા. પરંતુ હજુ સુધી દુષ્યંત તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. તેઓ તેલ અને તેલની ધાર જોવાના મૂડમાં છે. હરિયાણાના પીપળીમાં કૃષિ બિલ વિરુદ્ધ ખેડૂત આંદોલન શરૂ કરાયું હતું. ખેડૂતો પર લાઠીચાર્જ કરવા બદલ જેજેપી અને દુષ્યંતના નાના ભાઈ દિગ્વિજય ચૌટાલાએ ખેડૂતોની માફી માંગી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલા કૃષિ બિલ સામે પંજાબમાં ખેડૂત સંગઠનોએ બાંયો ચઢાવી છે. પંજાબમાં કિસાન સંઘર્ષ કમિટીએ રેલ રોકો આંદોલનનું એલાન કર્યું. જે 24 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. આ અં કિસાન સંઘર્ષ કમિટીના સભ્ય સરવાન સિંહે માહિતી આપી હતી.. કૃષિ બિલમાં જે જોગવાઇઓ છે તેને ખેડૂત સંઘો અને ખેતમજૂર સંઘોએ અન્યાયકારી ગણાવી છે. વિરોધ કરનારાઓમાં મોટા કૃષિ સંગઠનોથી લઇને કોંગ્રેસ. તેમજ અકાલી દળ જેવા રાજકીય પક્ષો પણ સામેલ છે.

કૃષિ બિલ પર મોદી સરકારને મોટો ઝટકો લાગ્યો

સદમાં પ્રસ્તાવિત કૃષિ બિલ પર મોદી સરકારને મોટો ઝટકો લાગ્યો છે. કૃષિ બિલ પર એનડીએમાં વિરોધ ઉભો થયો છે. બિલના વિરોધમાં અકાલી દળના નેતા અને કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ મિનિસ્ટર હરસિમરત કૌર બાદલે સરકારમાંથી રાજીનામું આપી દીધું છે. લોકસભામાં કોંગ્રેસ ઉપરાંત બીજા વિરોધ પક્ષોએ બિલનો વિરોધ કર્યો છે. મોદી સરકારમાં હરસિમરત કૌર અકાલી દળમાંથી એક માત્ર પ્રતિનિધિ છે. આ પહેલા અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે લોકસભામાં એલાન કર્યું હતુ કે હરસિમરત કૌર કૃષિ બિલના વિરોધમાં સરકારમાંથી રાજીનામું આપશે.

હરસિમરત કૌરે ટ્વિટ કરીને પોતાના રાજીનામાનું એલાન કર્યું

જે બાદ હરસિમરત કૌરે ટ્વિટ કરીને પોતાના રાજીનામાનું એલાન કર્યું. હરસિમરતે ટ્વિટર પર લખ્યું કે ખેડૂત વિરોધી વટહુકમ અને કાયદાના વિરોધમાં હું કેન્દ્રીય પ્રધાન પદ પરથી રાજીનામું આપું છું. ખેડૂતોની બહેન અને પુત્રી તરીકે તેમની સાથે રહેવા પર મને ગર્વ છે. એનડીએમાં અકાલી દળની આ બગાવત પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દર સિંહના તે પડકાર બાદ આવી કે જેમાં તેમણે પડકાર ફેંક્યો હતો કે જો અકાલી દળ ખેડૂતોની સાથે હોય તો તે કેન્દ્ર સાથેના પોતાના સંબંધો તોડી નાંખે.

Related posts

વિશ્વ માટે રાહતના સમાચાર: રશિયાની આ કોરોના વેક્સીન થઇ રહી છે સફળ, 85% લોકો પર નથી થઇ કોઈ આડઅસર

pratik shah

પેટા ચૂંટણી અને પક્ષપલટો કરતા ધારાસભ્યને લઈને ગુજરાત હાઇકોર્ટેમાં જાહેરહિતની થઈ અરજી

Nilesh Jethva

પેટ્રોલ ડીઝલના ભાવને લઈને રાહુલ ગાંધીનો પ્રહાર, જનતાને લૂંટવાનું અને મિત્રો પર લૂંટાવવાનું બંધ કરો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!