બિહાર વિધાનસભાના સ્પીકરની ચૂંટણીમાં NDAને જીત મળી છે. ગૃહમાં ભારે હોબાળા વચ્ચે બુધવારે સ્પીકર પદની ચૂંટણી યોજાઈ હતી. અને આ ચૂંટણીમાં NDAના ઉમેદવાર વિજય સિન્હા નવા વિધાનસભા અધ્યક્ષ તરીકે નિમણૂંક થઈ છે. આ દરમ્યાન મહાગઠબંધનના ધારસભ્યોની તરફથી ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઉભા કર્યા હતા અન ગુપ્ત મતદાનની અપીલ કરવામાં આવી હતી, પરંતુ તેમની આ અપીલને નામંજુર કરવામાં આવી હતી.
વિજય સિન્હા નવા વિધાનસભા અધ્યક્ષ તરીકે નિમણૂંક થઈ

બિહાર વિધાનસભાના સ્પીકરની ચૂંટણીમાં NDAને જીત મળી
ચૂંટણીમાં એનડીએના ઉમેદવારને 126 અને મહાગઠબંધનના ઉમેદવારને 114 મત મળ્યા છે. મહાગઠબંધનની તરફથી રાજદના અવધ બિહારી ચૌધરી મેદાને હતા. પરિણામ પછી મુખ્યમંત્રી નીતિશ કુમાર અને વિપક્ષના નેતા તેજસ્વી યાદવને સ્પીકરને તેમની ખુરશી સુધી પહોંચાડ્યા અને શુભકામનાઓ પાઠવી હતી. બિહારમાં એવું પાંચ દશકા પછી થયું છે જેમાં સ્પીકર પદ માટે ચૂંટણી યોજાઈ હોય.
પાંચ દશકા પછી સ્પીકર પદ માટે ચૂંટણી યોજાઈ

ચૂંટણી દરમ્યાન ગૃહમાં હંગામો
તેજસ્વી યાદવે ગૃહમાં ગંભીર આરોપ લગાવ્યો છે કે આજે સમગ્ર દેશ જોઈ રહ્યો છે કે ખુલ્લેઆમ ચોરી થઈ રહી છે. ત્યારે આવામાં જો ગૃહમાં જ આવું વર્તન ચાલશે તો અમને બહારનો રસ્તો દેખાડવામાં આવશે. તેજસ્વી યાદની માંગ છે કે જે વિધાનસભાનું સદસ્ય નથી તો તેમણે મતદાન સમયે હાજર રહેવું ના જોઈએ. રાજદ પક્ષનું કહેવું છે કે નીતિશ ગૃહનો ભાગ નથી. નવા સ્પીકરને જીતની શુભકામનાઓ પાઠવ્યા બાદ તેજસ્વી યાદવે મોટું નિવેદન આપ્યું કે તેમને આશા છે કે ગૃહમાં સંવિધાન અને લોકતંત્રની રક્ષા કરશે અને વિપક્ષનું સંરક્ષણ પણ કરશે.
READ ALSO
- વાઇબ્રન્ટ ગુજરાતમાં વાયબ્રેટ સ્કૂલ: બહારથી સોહામણી લગતી સ્કૂલને લાગ્યો ભ્રષ્ટાચારનો લૂણો
- હવે કોઇ પણ તમારી પરમિશન વિના WhatsApp Login નહીં કરી શકે, પ્રાઇવેસી ફિચર્સ જાણી ખુશ થઇ જશો
- સાવધાન / બિલાડીઓ સાથે રમવાનો શોખ પડશે ભારે! થઈ શકો છો આ ગંભીર બીમારીઓના શિકાર
- પાટણ: સ્થાનિક ચૂંટણીઓને લઈને તૈયારીઓ પુરજોશમાં, ઉભા કરાયા 1 હજારથી વધુ મતદાન મથકો
- ઇન્ડોનેશિયામાં ફાટ્યો માઉન્ટ મેરાપી ભીષણ જ્વાળામુખી, 30 કિલોમીટર સુધી સંભળાયો અવાજ